For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 બેરોજગારો પાસેથી નોકરીના બહાને 1 કરોડની ગાપચી કરનાર ગેંગ ઝડપાઈ

50 બેરોજગારો પાસેથી નોકરીના બહાને 1 કરોડની ગાપચી કરનાર ગેંગ ઝડપાઈ

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ કોરોના વાયરસે બેરોજગારી દર વધારી દીધો છે તેમાં કોઈ શંકા નથી, લોકો બે ટકનું ભોજન શોધવા ફાફાં મારતા હોય છે તેવામાં નોકરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતી ગેંગ શહેરમાં સક્રિય હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ રેલવે રિક્રૂટમેન્ટ રેકેટનો પરદાફાશ કર્યો છે અને બુધવારે આ રેકેટ ચલાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ રેલવે કોર્ટમાં નોકરી આપવાનું વચન આપી બેરોજગારો પાસેથી રૂપિયા પડાવતા હતા.

VADODARA POLICE

પોલીસે જણાવ્યું કે આ ગેંગે સુરત, વડોદરા અને વલસાડના 50 લોકો પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. છેલ્લા 14 મહિનામાં આ ગેંગ બીજી વખત પકડાઈ છે.

પોલીસ મુજબ બેરોજગારોને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા અને તેમને નોકરી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. આ ગેંગ બેરોજગારોનો સામેથી સંપર્ક કરી તેમને રેલવેમાં વિવિધ પોસ્ટ પર ભરતી આવી હોય નોકરી અપાવી આપવાની લાલચ આપી તેમના ખીસ્સા ખંખેરતા હતા.

માસ્ટરમાઈન્ડ તુષાર પુરોહિતની આગેવાનીમાં કૌશલ પારેખ અને દિલિપ સોલંકીની આ ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ એપ્લિકેશન ફોર્મ, ડોક્યુમેન્ટ તૈયાર કરવા, ઈન્ટર્વ્યૂ ગોઠવી આપવા અને બાદમાં ઉમેદવારને પરીક્ષામા પાસ કરાવી દેવાના બહાને રૂપિયા ચાર્જ કરતા હતા. એસીપી એ.વી. રાજગોરે જણાવ્યું કે આ આરોપીઓ દરેક ઉમેદવારો દીઠ 4-5 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા.

આ ગેંગ દ્વારા જ ઉમેદવારોની પરીક્ષા લેવામા આવતી હતી, તેમના ઈન્ટર્વ્યૂ પણ લેવામા આવતાં હતાં અને રેલવેના રબર સ્ટેમ્પ વાળો અપોઈન્ટમેન્ટ લેટર પણ તૈયાર કરી આપતો હતો. પોલીસે જણાવ્યું કે તુષાર પુરોહિતે પહેલાં રેલવેમાં કામ કર્યું હોય અથવા તો રેલવેમાં કોઈ જોડે કનેક્શન હોય શકે છે જેની તપાસ થઈ રહી છે. પોલીસે રેલવે મંત્રાલયના લોગો વાળા લેટર પેડ, રબર સ્ટેમ્પ, ઓળખ પત્રો, સર્ટિફિકેટ અને લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી લીધી છે.

નર્મદા ડેમમાં 95 હજાર ક્યૂસેક પાણીની આવક, 25000 ક્યૂસેક છોડવામાં આવ્યુંનર્મદા ડેમમાં 95 હજાર ક્યૂસેક પાણીની આવક, 25000 ક્યૂસેક છોડવામાં આવ્યું

English summary
railway recruitment racket busted in vadodara, 3 arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X