પ્રેમ કરવાની આકરી સજા, યુવકની ઝાડ સાથે બાંધી કરાઇ હત્યા
પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા યુવકને તેની પ્રેમીકાના પિતા તરફથી મળેલી ચેતવણીને ધ્યાને ન લેવાના કારણે બુધવારના રોજ પોતાના જીવ ગુમાવવો પડ્યો હતો.
પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા યુવકને તેની પ્રેમીકાના પિતા તરફથી મળેલી ચેતવણીને ધ્યાને ન લેવાના કારણે બુધવારના રોજ પોતાના જીવ ગુમાવવો પડ્યો હતો.
20 વર્ષીય જયેશ , જે પરચુરણ મજૂર તરીકે કામ કરે છે, તેને બુધવારની બપોરે તેના ઘરેથી ખેંચીને લઈ જવામાં આવ્યો હતો અને કિરણ માળી, મોહન માળી, રમેશ માળી અને કાલિદાસ માળી તરીકે ઓળખાતા ચાર આરોપીઓએ તેની હત્યા કરી હતી.

જયેશ કાલિદાસની પુત્રી આરતી સાથે પ્રેમ સંબંધમાં હતો. કાલિદાસે લગભગ બે મહિના પહેલા જયેશને ચેતવણી આપી હતી કે, જો તે તેની પુત્રીને મળવાનું ચાલુ રાખશે અથવા તો તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશે, તો તેના ગંભીર પરિણામો આવશે. જો કે, યુવતીની માતાએ બુધવારની બપોરે કાલિદાસના ખેતર પાસે પ્રેમીપંખીડાને વાત કરતા જોઇ લીધા હતા. જો કે, જે બાદ જયેશ તેના ઘરે પરત ફરી ગયો હતો, પરંતુ તેના પર હુમલો થવાની આશંકા તરત જ ભયાનક રીતે સાચી પડી હતી.
ચારેય આરોપીઓ યુવકને તેમના ઘરની નજીક ખેંચી ગયા અને તેને સાડીથી ઝાડ સાથે બાંધી દીધો હતો. ઝાડ પર બાંધતા પહેલા તેને બેરહેમીપૂર્વક લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓએ વારાફરતી જયેશને માર માર્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટ પર લાતો પણ મારી હતી. આ દરમિયાન યુવક આરોપીઓ સમક્ષ પોતાને મુક્ત કરવાની સતત વિનંતી કરી રહ્યો હતો, તેમ છતા હિંસા ચાલુ રહી જેના કારણે યુવક બેભાન થઇ ગયો હતો.
થોડા સમય બાદ જ્યારે જયેશના પિતરાઈ ભાઈને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તેની મદદે દોડી આવ્યા હતા, જેને જોઈને ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જયેશને બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યો અને તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. આ દરમિયાન તેનો પિતરાઈ ભાઈ તેના ચહેરા પર પાણીનો છંટકાવ કરી રહ્યો હતા. જો કે, જયેશેતેના પર કોઇ પ્રતિક્રિયા આપતો ન હતો. જે બાદ વડુની સરકારી હોસ્પિટલના ડોકટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.
જે બાદમાં તે જ રાત્રે મૃતક યુવકની માતા રમીલાએ વડુ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે હત્યા, અપહરણ, ખોટી રીતે ગોંધી રાખવા અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારના રોજ ચારેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ તેઓને કોવિડ 19 ટેસ્ટ માટે લઇ જવામાં આવશે, ત્યાર બાદ તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવશે.
એક અજાણ્યા વ્યક્તિએ આ સમગ્ર કોરડા મારવાની ઘટનાને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી અને વીડિયોને સર્ક્યુલેટ કર્યો હતો, જે ગુરુવારના રોજ વાયરલ થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પરચુરણ મજૂર તરીકે કામ કરવા ઉપરાંત જયેશ ગામમાં લગ્ન વખતે 'ઢોલ' પણ વગાડતો હતો, જ્યારે તેના પિતા દિવેલના વેપારી છે.












Click it and Unblock the Notifications
