For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં 10થી 20 જાન્યુઆરી સુધી શરૂ કરાશે કરૂણા અભિયાન, ઉત્તરાયણને લઇ કરાઇ તૈયારી

રાજ્યમાં અબોલ પશુઓ માટેની કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ 1૦થી 2૦ જાન્યુઆરી 2૦22 દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં અબોલ પશુઓ માટેની કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ 1૦થી 2૦ જાન્યુઆરી 2૦22 દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓ ઘાયલ ના થાય અને તેમના જીવ બચાવવા માટે વડોદરામાં અલગ અલગ જગ્યાએ બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.

Karuna Abhiyan

એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે.

વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા અત્યાર સુધીમાં 24841 બિનવારસી અને બિન માલિકીના પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાના (MVD) ની કુલ17એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. જેમાં માલિકીના 81,894 પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

English summary
The Karuna Abhiyan will be launched in Vadodara from 10 to 20 January
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X