For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: છેલ્લા 24 કલાકમાં 1313 કેસ નોંધાયા, પોઝિટિવ રેટ વધીને 14.65 ટકા થયો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 1313 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 82,424 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 530 દર્દીને હોસ્પિટલમા

|
Google Oneindia Gujarati News

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 1313 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 82,424 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 530 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 74,615 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 624 દર્દીના મોત થયા છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીના MA હોલનો વોર્ડન કોરોના સંક્રમિત થયો છે.

Vadodara

વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે, ત્યારે વડોદરા શહેરની 6 સ્કૂલના શિક્ષકો, અને કર્મી સહિત વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જેને પગલે શાળા બંધ કરાઇ છે. શહેરની વિવિધ શાળાઓમાં 4 શિક્ષક 2 વિદ્યાર્થી 1 બિન શૈક્ષણિક કર્મચારી મળીને સાત કેસ આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં આવેલી પંચશીલ હાઇસ્કૂલની શિક્ષિકા, ફર્ટિલાઇઝર સ્કૂલ શિક્ષિકા, શ્રેયસ વિદ્યાલય શિક્ષક તથા તેજસ વિદ્યાલય શિક્ષિકા કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે બ્રાઇટ ડે સ્કૂલ વાસણાનો ધોરણ 12નો વિદ્યાર્થી તથા શ્રેયસ વિદ્યાલય ધોરણ 10નો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ સ્કૂલનો એક કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવતા શાળા બંધ કરવામાં આવી હતી.

સોમવારે શહેરમાં 8,967 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 14.65 ટકા પોઝિટિવિટી રેટ સાથે 1313 કેસ નોંધાયા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નવાયાર્ડના 65 વર્ષના વૃદ્ધનું કોરોનામાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

વડોદરા શહેરમાં કોરોનાના કેસ ઝડપથી વધતા સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, પોલીસ વિભાગમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. સોમવારે પાલિકાના બે અધિકારો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આઇટી વિભાગ અને ઓડિટ વિભાગના બે અધિકારીઓ કોરોના સંક્રમિત છે.

વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 7185 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 6964 દર્દીઓ હોમ ક્વોરેન્ટાઇન છે, જ્યારે 221 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 9 દર્દીઓ વેન્ટિલેટર પર, 44 દર્દીઓ આઇસીયુમાં અને 74 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 4972 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

English summary
Vadodara: 1313 cases reported in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X