For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા શહેરની ૩૯૪ આંગણવાડીઓમાં પોષણ અભિયાન માટે શપથ લેવાયા

સશક્ત મહિલા,સાક્ષર બાળક અને સ્વસ્થ માતાના આ વર્ષના વિષય સૂત્રને હાર્દમાં રાખીને સપ્ટેમ્બર મહિનાની પોષણ માહ તરીકે ઉજવણી શરૂ થઈ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ મનાવવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સશક્ત મહિલા,સાક્ષર બાળક અને સ્વસ્થ માતાના આ વર્ષના વિષય સૂત્રને હાર્દમાં રાખીને સપ્ટેમ્બર મહિનાની પોષણ માહ તરીકે ઉજવણી શરૂ થઈ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ મનાવવામાં આવે છે. ત્યારે, વડોદરા શહેરમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમિયાન પોષણ અભિયાનને જન આંદોલન બનાવવા માટે શપછ લેવામાં આવ્યા હતા.

vadodara

બાળ વિકાસ યોજના ના વડોદરા શહેરી એકમ દ્વારા ૩૯૪ આંગણવાડીઓમાં અને યોજનાની ૩ કચેરીઓમાં ગુરુવારે પોષણ અભિયાનને જન આંદોલન બનાવવામાં યોગદાન આપવાના અને સરકારની મહિલાઓ, સગર્ભાઓ,કિશોરીઓ અને બાળકો માટેની વિવિધ પોષણ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડવાના શપથ લઈને તેની ઉજવણી શરૂ કરવામાં આવી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની પોષણ યોજનાઓની લોકોમાં જાણકારી વધે,કુપોષણ વધારતી ગેર માન્યતાઓ નું નિવારણ થાય,પોષક તત્વો જળવાય એ રીતે વાનગીઓ બનાવવાની જાણકારી વધે અને બાળકોની પોષણ કાળજીની સમજણ માતાઓમાં વધે એ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
Vadodara city's 394 anganwadis took oath for nutrition campaign!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X