For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા: કોરોના સંક્રમિત થયેલા IPS દિપક મેઘાણીએ કર્યું ટ્વીટ, લખ્યું- કેશ સત્ય, કેશલેસ મિથ્યા

વડોદરા ઝોન-1ના ડીસીપી દીપક મેઘાણી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન દીપક મેઘાણીને ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ થયો હતો. આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડીસીપી

|
Google Oneindia Gujarati News

વડોદરા ઝોન-1ના ડીસીપી દીપક મેઘાણી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન દીપક મેઘાણીને ઈન્સ્યોરન્સ કંપનીનો કડવો અનુભવ થયો હતો. આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડીસીપી દીપક મેઘાણીએ ઈન્સ્યોરન્સ કંપની સાથે થયેલો અનુભવની વ્યથા ટ્વીટર પર ઠાલવી હતી. આ ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.

Corona

ડીસીપી દીપક મેઘાણીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, હું કોવિડ પોઝિટિવ આવ્યો હતો. ગંભીર શરીરનો દુઃખાવો, માથાનો દુઃખાવો, તાવ, ઓક્સિજનની કમી હતી. 14 જાન્યુઆરીએ હું એડમીટ થયો હતો અને આજે ડિસ્ચાર્જ થયા બાદ આઈસોલેશનમાં છું. જ્યારે હું હોસ્પિટલના બેડ પર પીડાતો હતો ત્યારે ક્વેરી કરીને મને "કેશ સત્ય, કેશલેસ મિથ્યા" એવું અહેસાસ કરાવવા માટે સખત પ્રયાસ કરવા બદલ હું ઈન્સ્યોરન્સ કંપનીનો આભાર માનું છું.

મહત્વનું છે કે કોરાનાની સારવાર દરમિયાન ડીસીપી દીપક મેઘાણી ઈન્સ્યોરન્સ કંપનીની ક્વેરીથી કંટાળ્યા હતા. જેથી તેમના આ ટ્વીટ દ્વારા પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે કોરોના મહામારી બાદ કેસલેસ ચલણ ખૂબ જ વધ્યુ છે. જેમાં હોસ્પિટલમાં સૌથી વધારે કેસલેસ વ્યવહારો જોવા મળે છે. પરંતુ આ દરમિયાન ડીસીપી દીપક મેઘાણીને થયેલા અનુભવ પરથી અંદાજો લગાવી શકાય છે કે, જો પોલીસ અધિકારી હોવા છતાં તેમને ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મદદ મેળવવામાં આટલી મુશ્કેલી આવતી હોય તો સામાન્ય નાગરીકની શું ફિસાદ.

English summary
Vadodara: Corona infected IPS Deepak Meghani tweeted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X