For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા નગર નિગમને ગટરો સાફ કરવા માટે મળ્યુ રોબોટિક કચરો ઉઠાવવાનુ મશીન

વડોદરા નગર નિગમને રોબોટિક કચરો ઉઠાવવાનુ મશીન મળ્યુ છે જે ગટરમાં થઈ જતા ચોકિંગને સાફ કરવા માટે બનાવવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતઃ વડોદરા નગર નિગમને રોબોટિક કચરો ઉઠાવવાનુ મશીન મળ્યુ છે જે ગટરમાં થઈ જતા ચોકિંગને સાફ કરવા માટે બનાવવામાં આવ્યુ છે. આ મશીન સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે. આ મશીનને ચલાવવા માટે બે વ્યક્તિની જરૂર પડશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL)દ્વારા તેમની કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી(CSR)પહેલ હેઠળ આપવામાં આવ્યુ છે.

machine

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એમડી ક્લબ ફર્સ્ટ રોબોટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, જયપુરના બી મિશ્રાએ જણાવ્યુ કે આ મશીન સેવેજ ચોકિંગને સાફ કરવા માટે બનાવવામાં આવ્યુ છે જે સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે. તેમાં લાઈવ સ્ટ્રીમિંગ માટે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ GPS ધરાવતુ ડિવાઈસ છે અને તેમાં ગેસ સેન્સર પણ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે મશીનનુ મુખ્ય કામ ચોક થઈ ગયેલા કચરાને સાફ કરવાનુ છે. વધુમાં તેમાં એવી સિસ્ટમ પણ છે જેનાથી ઓગળી ન શકે તેવા કણો જેમ કે પ્લાસ્ટિક મટીરિયલને અલગ કરશે.

બી મિશ્રાએ વધુમાં ઉમેર્યુ કે ગટર સાફ કરવા માટે ચારથી પાચ કામદારોને અંદર ઉતરવુ પડે છે. પરંતુ આ રોબોટ મશીનમાં માત્ર બે માણસની જરૂર પડે છે. આનાથી આપણો મેન પાવર અને ઉર્જાની પણ બચત થશે. તેમણે વધુમાં જણાવ્યુ કે આ ઑપરેશનની સફળતા પછી કંપની પાસેથી VMC આવા વધુ મશીનો મેળવશે.

English summary
Vadodara Municipal Corporation gets a robotic machine to clean the sewers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X