For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા રેપ-આપઘાત કેસમાં નવો ખુલાસો, ડાયરીના પાનાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી કરાયો ડિલિટ

વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખીવામાં આવ

|
Google Oneindia Gujarati News

વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખીવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસેસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

Rape Case

યુવતીના શરીરે જે ઇજા થઇ હતી તેના ફોટો સંસ્થાની મેન્ટર વૈષ્ણવી મહેન્દ્ર ટાપણીયાએ સંસ્થાના ટ્રસ્ટીઓને પીડિતાની લખેલી ડાયરીના છેલ્લા અડધા પાનાના મોબાઇલમાં ફોટો પાડી સોશિયલ મીડિયાથી મોકલ્યા હતા અને ત્યારબાદ ડીલીટ કરી દીધા હતા. તથા મૃતક યુવતીએ ડાયરીમાં લખેલા લખાણની પછીના પાના ફાડી નાખ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

વલસાડ રેલવે પોલીસના સીપીઆઇ બી.આર.ડાંગીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

આ ડાયરી મુજબ 29 તારીખે યુવતી જગદીશ ફરસાણની ગલીમાંથી જતી હતી, ત્યારે બે વ્યક્તિઓએ સાયકલને ધક્કો મારી ઓઢણીથી હાથ પગ મોં બાંધીને કથિત દુષ્કર્મ કર્યું હોવાનું અને આરોપીઓ મૃતકના જાણીતા અને હિન્દીમાં બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખાનગી બસના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તે સાંજે 6-55 વાગ્યે મલ્હાર પોઇન્ટ પાસે રોજની જેમ બસ પાર્ક કરતો હતો ત્યારે ગ્રાઉન્ડમાંથી એક છોકરીનો અવાજ આવ્યો હતો અને તેણે અંકલ કહીને બુમ પાડતા ડ્રાઈવરે જોતાં છોકરીએ અર્ધનગ્ન હાલતમાં જણાવ્યું હતું કે, બે છોકરા ઉભા છે, જે રિક્ષામાં બળજબરીથી હાથ પગ બાંધીને લાવ્યા છે, ડ્રાઇવર બસમાંથી ટોમી લઇને ઉતરવા જતાં બંને ભાગી ગયા હતા.

રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી તપાસ દરમિયાન બાદ સાક્ષી અને CCTVને આધારે યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે.

સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. આ ઘટના આત્મહત્યા કરી હોવાનું લાગે છે અને જે કમનસીબ ઘટના ઘટી હતી. તેના માનસિક આઘાતમાં દીકરીએ આત્મહત્યા કરી હોવાનું લાગે છે. દીકરીને ન્યાય મળે તે માટે સીએમ, ગૃહમંત્રી અને ડીજીપીએ અમને તમામ મદદ કરી છે. આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મની ફરિયાદ રેલવે પોલીસમાં દાખલ થઇ છે.

શું છે મામલો

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

English summary
Vadodara rape-suicide case: Diary page photo shared on social media deleted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X