For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: આવતીકાલે વડોદરા શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના

વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉ

|
Google Oneindia Gujarati News

વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત થઇ છે.

Vadodara

મંગળવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો વધવાનો સિલસિલો આગામી બે ત્રણ દિવસ સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. સાથે સાથે હવામાન ખાતાના જણાવ્યા મુજબ 23 જાન્યુઆરી પછી ફરી ઠંડીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીથી માવઠાની પણ આગાહી કરવામાં આવેલ છે.

જ્યારે બુધવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી સુધી નોંધાયું હતું. તદુપરાંત આજરોજ ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જેમાં ભેજનું પ્રમાણ 78% જેવું રહ્યું હતું. અને ખાસ કરીને સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે લોકો શુસ્ત બની રહ્યા હતા. લોકોને કામ કરવાની પણ ઈચ્છા થતી ન હતી.

આવતીકાલ શુક્રવારે વડોદરા શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જેમાં ભેજનું પ્રમાણ 69% જેવું રહેશે. શનિવારે માવઠાની આગાહી હોવાના કારણે આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે એવી સંભાવના રહેલી છે. વાતાવરણમાં અતિશય ઉતાર ચડાવ થયા કરે છે. જેનો ભોગ વડોદરવાસીઓ તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો બની રહ્યા છે. આ કારણે શરદી, ખાંસી, તાવ જેવી બીમારીનો ભોગ બનવું પડતું હોય છે. તદુપરાંત જ્યારે કોરોના વકરી રહ્યો છે, તેવામાં શરદી, ખાંસી, તાવ આવવો કોઈપણ અંશે યોગ્ય નથી.

English summary
Weather: Cloudy weather is expected in Vadodara tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X