For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરે 1.7 લાખ ટ્વિટર અકાઉન્ટ કર્યા બંધ, આ છે મોટુ કારણ

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે 170000 ટ્વિટર યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ આ બધા લોકોના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે 170000 ટ્વિટર યુઝર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ આ બધા લોકોના અકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા છે. આરોપ છે કે આ લોકો ચીની સરકારને અનુકૂળ ભૂરાજનીતિક મતનો પ્રચાર કરી રહ્યા હતા. સીએનએનના એક્સપર્ટ કે જે ટ્વિટર સાથે જોડાયા છે તેમનુ કહેવુ છે કે આ બધા અકાઉન્ટ હોંગકોંગમાં થઈ રહેલ પ્રદર્શન વિશે અલગ ભ્રામક માહિતી લોકો સાથે શેર કરી રહ્યા હતા. એટલુ જ નહિ આ લોકો કોરોના અને અન્ય મુદ્દાઓ પર ભ્રામક તથ્યો લોકો વચ્ચે ફેલાવી રહ્યા હતા જેના કારણે આ લોકોના અકાઉન્ટન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

twitter

ટ્વિટરનુ કહેવુ છે કે આ લોકો ભૂપ્રસારને સમર્થન કરવાના વલણનો પ્રસાર કરી રહ્યા હતા કે જે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનુ સમર્થન કરે છે. આ લોકોના અકાઉન્ટને ટ્વિટરના નિયમોનુ ઉલ્લંઘન કરવાના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચીનમાં ટ્વિટર અધિકૃત રીતે પ્રતિબંધિત છે પરંતુ તેમછતા ઘણા લોકો વીપીએન દ્વારા આનો ઉપયોગ કરે છે. ટ્વિટરનુ કહેવુ છે કે આ બધા અકાઉન્ટ મુખ્ય રીતે ચીની ભાષામાં ટ્વિટ કરતા હતા. સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઑબ્સર્વેટરીના રિસર્ચ મેનેજર રીની ડિરેસ્ટાએ જણાવ્યુ કે આમાંથી ઘણા અકાઉન્ટ જાન્યુઆરી મહિનામાં બનાવવામાં આવ્યા છે અને આના દ્વારા કોરોના વિશે ટ્વિટ કરવામાં આવતા હતા.

ટ્વિટર તરફથી કહેવામાં આવ્યુ છે કે તેણે 23750 અકાઉન્ટની ઓળખ કરી છે કે જે કોર નેટવર્કમાં પણ ઘણા સક્રિય છે અને ચીનનુ સમર્થન કરનાર વલણને આગળ વધારી રહ્યા હતા જેની સંખ્યા આગળ વધીને 150000 સુધી પહોંચી ગઈ હતી. આ લોકો આ તમામ ટ્વિટને રિટ્વીટ કરીને આગળ વધારતા હતા. 23750 ટ્વિટે કુલ મળીને 348607 વાર ટ્વિટ કર્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2010ના ઓગસ્ટમાં પણ 1000 ટ્વિટર અકાઉન્ટ ચીનના વલણને આગળ વધારવાનુ કામ કરી રહ્યા હતા. કંપનીનુ કહેવુ છે કે તેણે રશિયા અને ટર્કી સાથે જોડાયેલા અકાઉન્ટ પણ બંધ કરશે કે જે આનાથી જોડાયેલા છે. ટ્વિટરે એ પણ જોયુ છે કે 1000થી વધુ ટ્વિટર અકાઉન્ટ યુનાઈટેડ રશિયા પાર્ટી સાથે જોડાયેલા છે. ટર્કીમાં 7340 ટ્વિટર અકાઉ્ટે ટર્કીના રાષ્ટ્રપતિના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા.

લોન મોરેટોરિયમઃ 3 દિવસની અંદર વ્યાજ પર થશે નિર્ણય, SCએ RBIને આપ્યો આદેશલોન મોરેટોરિયમઃ 3 દિવસની અંદર વ્યાજ પર થશે નિર્ણય, SCએ RBIને આપ્યો આદેશ

English summary
1.7 lakh twitter handle supporting Chinese government view Twitter blocks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X