દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ, 114 વર્ષના વ્યક્તિએ આપી કોરોનાને મ્હાત

114 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપીને જિંદગીની જંગ જીતી લીધી છે.

કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો વૃદ્ધોને છે અને તેમાં પણ ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર વ્યક્તિને. કોરોના સંકટ વચ્ચે જ્યાં આ ખતરનાક વાયરસથી લોકો ડરેલા છે ત્યાં 114 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપીને જિંદગીની જંગ જીતી લીધી છે. ઈથોપિયામાં 114 વર્ષના વૃદ્ધે કોરોનાની જંગ જીતી લીધી છે. તેમના ઇલાજ અને રિકવર થવાથી પરિવારની સાથે સાથે ડૉક્ટર્સ પણ આશ્ચર્યમાં છે.

coronavirus

અબા તિલાહુન વૉલ્ડેમાઈકલના પરિવારનુ કહેવુ છે કે તે 114 વર્ષના છે. જો કે તેમની ઉંમરનુ કોઈ પ્રમાણ નથી પરંતુ તેમના પરિવારનુ કહેવુ સાચુ હોય તો અબા દુનિયાના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે જેમણે કોરોનાને મ્હાત આપી છે. હવે અબા એકદમ સ્વસ્થ છે અને ઘરે જ પરિવારની વચ્ચે છે. અબાના પરિવારે જણાવ્યુ કે પડોશમાં કોરોના સ્ક્રીનિંગ ચાલી રહી હતી જ્યાં અબા પહોંચ્યા અને તેમનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો. ટેસ્ટ પૉઝિટીવ આવતા જ વિલંબ કર્યા વિના જ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. મેડિકલ ટીમ તેમની સ્થિતિનુ બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી. હોસ્પિટલમાં ભરતી કરાવ્યાના 4 દિવસની અંદર જ અબા તિલાહુનની સ્થિતિ બગડવા લાગી, તેમને ઑક્સિજન પર રાખવા પડ્યા.

કોરોના વાયરસે તેમના શરીર પર સંપૂર્ણપણે કબ્જો કરી લીધો હતો પરંતુ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો. 14 દિવસ સુધી તેમનો ઈલાજ ચાલ્યો અને પછી તે સંપૂર્ણપણે સાજા થઈ ગયા. પરિવાર સાથે સાથે ડૉક્ટર્સ પણ ખૂબ ખુશ છે. જો કે ડૉક્ટોરનુ કહેવુ છે કે અબાની ઉંમર 100થી 109ની વચ્ચે છે. તમને જણાવી દઈએ કે ઈથોપિયામાં કોરોના વાયરસના સંક્રમણ ફેલાયા બાદથી ઘણી કડકાઈ કરવામાં આવી છે. અહીં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ કેસ 5000થી વધુ છે જ્યારે 81થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X