વિસ્ફોટોથી પાકિસ્તાન ધ્રૂજી ઉઠ્યું, 115ના મોત
ઇસ્લામાબાદ, 11 જાન્યુઆરી: પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખબર-પખ્તૂનખ્વા પ્રાંતોમાં ગઇકાલે સુરક્ષાદળના વાહનો અને ધાર્મિક સભાઓને ટાર્ગેટ બનાવી કરવામાં આવેલા 6 બોમ્બ વિસ્ફોટોમાં 115 લોકોના મોત થયા છે અને 270થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સુરક્ષા તપાસ ચોકીની પાસે આવેલી એક ગીચ વસ્તીવાળા સર્કલ પર થયેલા એક શક્તિશાળી વિસ્ફોટમાં એક સુરક્ષાકર્મી સહિત 69 લોકોના મોત થયા છે અને 160થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટ રિમોટ કંટ્રોલ ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યો હતો, અને તેને સુરક્ષાદળની એક કાર નીચે લગાવવામાં આવ્યો હતો. અનુમાન છે કે હુમલામાં 20 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
