Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અફઘાનિસ્તાનઃ પાકિસ્તાન દૂતાવાસની બહાર મચી ભાગદોડ, 15ના મોત

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્યિક દૂતાવાસ પાસે મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થઈ ગયા છે.

કાબુલઃ અફઘાનિસ્તાનમાં બુધવારે એક હ્રદયદ્રાવક ઘટના બની છે. અહીં પાકિસ્તાનના વાણિજ્યિક દૂતાવાસ પાસે મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થઈ ગયા છે. ઘટનામાં લગભગ એક ડઝન લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટના પૂર્વ અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં થઈ છે. અહીં ઘટના સમયે હજારો લોકો વિઝા માટે કૉન્સ્યુલેટ પર જમા થયા હતા.

afghanistan

ફૂટબૉલ સ્ટેડિયમમાં જમા હતા હજારો લોકો

પ્રાંતીય હોસ્પિટલના પ્રવકતા જહીર આદિલે જણાવ્યુ કે જલાલાબાદમાં બનેલા સ્ટેડિયમમાં નીકળવાની કોશિશ કરતી વખતે ઘણા લોકો પડી ગયા. પ્રાંતીય કાઉન્સિલના સભ્ય સોરાબ કાદરીએ જણાવ્યુ કે ઘટના સમયે 15 લોકોા મોત થઈ ગયા અને મરનારામાં 11 મહિલાઓ પણ શામેલ છે. અધિકારીઓએ જણાવ્યુ કે 3000થી વધુ અફઘાન નાગરિક પાકિસ્તાન જવા માટે જરૂરી વિઝા મેળવવાના હેતુથી ટોકન ભેગુ કરવા આવ્યા હતા. જે સ્ટેડિયમમાં દૂર્ઘટના બની તે એક ફૂટબૉલ સ્ટેડિયમ છે.

પાકિસ્તાન કૉન્સ્યુલેટ તરફથી ગયા સપ્તાહથી વિઝા જારી કરવાની પ્રક્રિયાને ચાલુ કરવામાં આવી છે. સાત મહિનાથી આ પ્રક્રિયા કોરોના વાયરસ મહામારીના કારણે બંધ હતી. નનગરહાર અને આસપાસના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં અફઘાન નાગરિક ભેગા થયા હતા. આ નાગરિકો મેડિકલ વિઝા અથવા તો પોતાના કોઈ સ્વજનને મળવા માટે પાકિસ્તાન જવા ઈચ્છતા હતા. અફઘાનિસ્તાનમાં પાકના રાજદૂત મંસૂર અહેમદ ખાન તરફથી ટ્વિટ કરીને ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે સાથે જ કહ્યુ કે પાકિસ્તાન નવી વિઝા નીતિ હેઠળ અફઘાન નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા આગળ વધારવાનુ ચાલુ રાખશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X