For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Japan Knife Attack: અજ્ઞાત વ્યક્તિએ લોકો પર કર્યો ચાકૂથી હુમલો, 2ના મોત, 17 ઘાયલ

મંગળવારે સવારે જાપાનના શહેર કાવાસાકીમાં એ સમયે અફડાતફડી મચી ગઈ જ્યારે એક અજ્ઞાત વ્યક્તિએ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો પર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

મંગળવારે સવારે જાપાનના શહેર કાવાસાકીમાં એ સમયે અફડાતફડી મચી ગઈ જ્યારે એક અજ્ઞાત વ્યક્તિએ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો પર હુમલો કર્યો. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 13 બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલા પાછળ શું કારણ હતુ તે હજુ સુધી જાણી શકાયુ નથી. હાલમાં હુમલાખોરને પોલિસ અરેસ્ટ કરી લીધો છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસની હાર પર શિવસેનાનો કટાક્ષ, રાહુલ-પ્રિયંકા માટે કહી આ વાતઆ પણ વાંચોઃ કોંગ્રેસની હાર પર શિવસેનાનો કટાક્ષ, રાહુલ-પ્રિયંકા માટે કહી આ વાત

હુમલાખોરની ધરપકડ

હુમલાખોરની ધરપકડ

મીડિયામાં આવેલા સમાચારો મુજબ પોલિસને હુમલાખોર પાસે બે ચાકૂ મળી આવ્યા છે. પોલિસે જ્યારે હુમલાખોરની ધરપકડ કરી ત્યારે તેણે પોતાના ખભા પર ચાકૂ ઘૂસાડીને પોતાને ઘાયલ કરી દીધો.

સવારે 7.45 વાગે ઈમરજન્સી કોલ આવ્યો

સવારે 7.45 વાગે ઈમરજન્સી કોલ આવ્યો

કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવકતાએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યુ કે સ્થાનિક સમય અનુસાર સવારે 7.45 વાગે અમને એક ઈમરજન્સી કોલ મળ્યો જે બાદ સ્થળ પર પહોંચીને પોલિસે હુમલાખોરને અરેસ્ટ કર્યો.

જાપાન વિશ્વમાં સૌથી ઓછી હિંસાવાળો વિકસિત દેશ

અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટના પ્રાથમિક સ્કૂલ પાસે એક બસ સ્ટેન્ડ પર થઈ. આરોપીએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકો પર હુમલો કર્યો. તમને જણાવી દઈએ કે જાપાન વિશ્વમાં સૌથી ઓછી હિંસાવાળા વિકસિત દેશોમાંથી એક છે.

English summary
17 injured and 2 dead in mass stabbing attack in the Japanese city of Kawasaki
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X