For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આફ્રિકી દેશ કાંગોમાં ગોઝારો વિમાન અકસ્માત, 18 પ્રવાસીઓના મોત

આફ્રિકી દેશ કાંગોમાં ગોઝારો વિમાન અકસ્માત, 18 પ્રવાસીઓના મોત

|
Google Oneindia Gujarati News

ગોમાઃ પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કાંગોના ગોમા શહેરમાં એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ વિમાનમાં સવાર ઓછામાં ઓછા 16 યાત્રી અને 2 ચાલક દળના સભ્યોના મોત થયાં છે. પૂર્વી શહેર ગોમામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ આ નાના વિમાનમાંથી અત્યાર સુધીમાં 6 મૃતદેહ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં કોઈપણ યાત્રીની જીવતો રહેવાની સંભાવના નથી. વિમાન ટેક ઑફ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો.

congo

એરલાઈન્સ અને પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે ડોર્નિયર-228 વિમાન ગોમાથી 250 કિમી ઉત્તરમાં સ્થિત બેની જઈ રહ્યું હતું. દરમિયાન તે ગોમા એરપોર્ટ પાસે રહેણાંક વિસ્તારમાં ખાબક્યું. બિજી બી એરલાયન્સના કર્મચારી હેરિટિયરે જણાવ્યું કે વિમાનમાં 17 યાત્રીઓ અને બે ચાલક દળના સભ્યો હતા અને વિમાને સવારે સવા નવ વાગ્યાની આસપાસ ઉડાણ ભરી હતી. ખરાબ મેન્ટેઈનન્સ અને સુરક્ષા નિયમોની કમીને પગલે ડેમોક્રેટિક રિપબ્લિક કાંગોમાં વિમાન અકસ્માત સામાન્ય બાબત બની ગઈ છે. યૂરોપીય સંઘનું એકપણ વિમાન અહીં પોતાની સર્વિસ નથી આપતું.

ઉત્તર કિવૂના ગવર્નર કાર્લી નાજ્નૂ કાસવિતાના કાર્યાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન સ્થાનીય કંપની બિજ બી દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. બેની શહેર માટે ઉડાણ ભરતી વખતે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.

ખાનગી કંપની બિજી બીના ડૉરનિયર -228 એરક્રાફ્ટને ગોમાથી 350 કિમી દૂર બેની સુધી ઉડાણ ભરવાની હતી. પરંતુ ઉડાણ ભરતાની એક મીનિટ બાદ આ દુર્ઘટના સર્જાણી. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એન્જીન ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હશે.

શિવસેનાએ ગઠબંધન તોડી મહાપાપ કર્યું, બહુમત સાબિત કરશુંઃ ભાજપશિવસેનાએ ગઠબંધન તોડી મહાપાપ કર્યું, બહુમત સાબિત કરશુંઃ ભાજપ

English summary
18 died after plane crashes in congo's goma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X