For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્કમાં બે પાલતુ બિલાડીમાં કોરોના વાયરસનું સંક્રમણ

ન્યૂયોર્કમાં બે પાલતુ બિલાડીમાં કોરોના વાયરસનું સંક્રમણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. આ વાયરસે દુનિયાભરમાં પોણા બે લાખ લોકોના જીવ લઈ લીધા છે, જ્યારે 25 લાખથી વધુ લોકો આ વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે. સતત આ વાયરસ પર દુનિયાભરના દેશોમાં શોધ ચાલી રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે બિલાડીઓ અને કુતરાઓ પર આ વાયરસ અસર નથી કરતો, પરંતુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બે બિલાડીમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, કે બંને બિલાડીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ છે. દુનિયાના કોઈપણ દેશમાં બિલાડીઓમાં સંક્રમણનો આ પહેલો પુષ્ટ મામલો છે.

પહેલો કન્ફર્મ કેસ

પહેલો કન્ફર્મ કેસ

બંને બિલાડીઓને શ્વાસ લેવામાં સમસ્યા છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે ઠીક થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે આ બિલાડીઓ ઘરમાં જ કોઈ સંક્રમિત વ્યક્તિથી સંક્રમિત થઈ હતી. યૂએઈના ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર એન્ડ ફેડરલ સેંટર્સ ઑફ ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેંશન વિભાગ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે બ્રૉન્ક્સ જૂમાં કેટલાક વાઘ અને સિંહોમાં આ સંક્રમણ જોવા મળ્યું હતું. તે સમયે અમેરિકા તરફથી કેહવામાં આવ્યું હતું કે કેટલાક જાનવરોને લોકોના કારણે કોરોના થયો છે, પરંતુ પાળતુ જાનવરોમાં આના કોઈ સંકેત નથી અને તે માણસોથી સંક્રમિત થઈ રહ્યા છે.

ઘરમાં કોઈ કોરોના સંક્રમિત નથી

ઘરમાં કોઈ કોરોના સંક્રમિત નથી

જાણકારી મુજબ જે બે બિલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત જણાઈ, તે જે ઘરમાં રહેતી હતી ત્યાં કોઈપણ કોરોના વાયરસથી સંક્રમિત નહોતું. જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં 141235 કોરોના સંક્રમણના મામલા છે. જ્યારે એકલા ન્યૂયોર્કમાં જ 15302 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

પોણા બે લાખ લોકોના મોત

પોણા બે લાખ લોકોના મોત

અમેરિકામમાં અત્યાર સુધી 46000થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 848994 લોકો કોરોના સંક્રમણના લપેટામાં આવી ચૂક્યા છે. આખી દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 26 લાખ 36 હજાર 989 સુધી પહોંચી ગઈ છે, જ્યારે આ વાયરસને કારણે 1 લાખ 84 હજાર 186 લોકોના મોત થઈ ચૂક્યાં છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 21370 થઈ ગઈ છે, જ્યારે આ વાયરસથી ભારતમાં 681 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

કોઈ ભૂલ નના કરે, કોરોના વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશેઃ WHOકોઈ ભૂલ નના કરે, કોરોના વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેશેઃ WHO

English summary
2 pet cats test positive of coronavirus covid-19 in New York.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X