બ્રાજીલ: નાઇટક્લબમાં આગ લાગતાં 245 લોકો બળીને ભડથું
શરૂઆતમાં આગ લાગવાના કારણે મૃતકોની સંખ્યા 70 બતાવવામાં આવતી હતી પરંતુ જેમ-જેમ ફાયરબ્રિગેડના અધિકારીઓ 'કિસ ક્લબ' ગયા તો તેમને સળગેલી લાશો મળતી ગઇ. માનવામાં આવે છે કે આ ઘટના સર્જાઇ ત્યારે ક્લબમાં લગભગ 300-400 લોકો હાજર હતા.
બ્રાજીલના એક અધિકારીએ જણાવ્યું હતું કે યૂરોપીય અને લેટીન અમેરિકી સંમેલનમાં ભાગ લેવા ચિલી ગયેલ રાષ્ટ્રપતિ ડિલ્મા રોસેફે પોતાની યાત્રા અધુરી છોડી દિધી છે અને સાંતા મારિયા આવી રહ્યાં છે.
હજુસુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ મીડિયામાં આવતાં સમાચારો અનુસાર મોડી રાત્રે ક્લબમાં આગ લાગી હતી. આ અકસ્માત સમયે ત્યાં વિશ્વ વિદ્યાલયે પોતાના વિદ્યાર્થીઓને ત્યાં એક પાર્ટી આપી હતી જેમાં રોક બેન્ડ 'પાયરોટેક્નીક'નો ઉપયોગ થઇ રહ્યો હતો.
સાંતા મારિયાના ફાયરબ્રિગેડ વિભાગના પ્રમુખ ગુઇદો ધ મેલોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ દોડધામ મચી હતી જેમાં ઘણા લોકો કચડાઇને અને શ્વાસ રૂંધાવાના મોતને ભેટ્યા છે. 'એસ્તાદો' સમાચાર પત્રના જણાવ્યા અનુસાર મોટાભાગે શ્વાસ રૂંધાવાના કારણે લોકોના મોત નિપજ્યાં છે.
સાંતા મારિયામાં સૈન્ય પોલીસના કમાંડર મેજર ક્લેબરનસન બાસ્તિનેલોએ 245 લોકો મૃત્યું પામ્યાં હોવાની પુષ્ટિ કરી છે અને કહેવામાં આવે છે 48 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે.