For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2700 લોકોના કોરોના વાયરસથી મોત

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. અહીં રોજ હજારોની સંખ્યામાં લોકોના આ વાયરસના કારણે મોત થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. અહીં રોજ હજારોની સંખ્યામાં લોકોના આ વાયરસના કારણે મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2700 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. આ સાથે જ અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 45000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 40 હજાર નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. વળી, કોરોના વાયરસના કારણે દેશમાં આવેલી આર્થિક મંદીના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દિવસ માટે ગ્રીન કાર્ડ પર રોક લગાવી દીધી છે.

coronavirus

ભારતમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 603 થઈ ગઈ છે જ્યારે આની ચપેટમાં કુલ 18985 લોકો આવી ચૂક્યા છે. આ વાયરસથી સંક્રમિત 15122 સક્રિય કેસ છે જ્યારે 3260 લોકો રિકવર થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. નોઈડા-દિલ્લી બૉર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ગૌતમબુદ્ધ નગરના ડીએમે આ આદેશ જારી કર્યો છે. કોરોના વાયરસના જોખમને જોતા ગૌતમબુદ્ધ નગરના ડીએમે ટ્વિટ કરીને કહ્યુ, 'આરોગ્ય વિભાગની સલાહ અને મોટાપાયે સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને કોરોના સામે જંગ લડવાના ઉપાય તરીકે અમે દિલ્લી-નોઈડા બૉર્ડર સંપૂર્ણપણે બંધ કરી રહ્યા છે. તમને અનુરોધ છે કે કૃપા કરીને સહયોગ કરો. ઘરમાં રહો, સુરક્ષિત રહો.'

વળી, આ સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર યુદ્ધના સ્તરે કામ કરી રહી છે. રાજ્ય સરકારો સાથે મળીને કોરોના સંકટ સામે લડવા માટે દરેક સંભવ કોશિશો કરવામાં આવી રહી છે. કોરોના સંકટ વચ્ચે આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક થવા જઈ રહી છે. પ્રધાનમંત્રીના આવાસ પર આજે સવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક થશે. આજે 11 વાગે કેબિનેટની બેઠકમાં કોરોના સંકટ પર ચર્ચા થવાની આશા છે.

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં સામે આવ્યા 1383 નવા કેસ, કુલ 19984આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં સામે આવ્યા 1383 નવા કેસ, કુલ 19984

English summary
2700 people died of coronavirus in last 24 hou in America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X