For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક્રવાતી તોફાન 'બોફા'ના કારણે ફિલીપાઇન્સમાં 280થી વધુના મોત

|
Google Oneindia Gujarati News

ન્યૂ બતાન, 6 ડિસેમ્બરઃ ફિલિપાઇન્સમાં અત્યારસુધીમાં સૌથી વિનાશક ' બોફા'ના કારણે અંદાજે 280 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા છે. મૃતકોમાં કેટલાક બચાવ કર્મીઓ પણ છે. કાદવ અને પૂરના કારણે કટેલાક વિસ્તારોમાં બચાવ કાર્ય કરવામાં નિષ્ફળતા મળી રહી છે. આ તોફાની ઝડપ 210 કીમિ. પ્રતિકલાક હતી, જેણે મોટા વૃક્ષોને ઉખાડી નાંખ્યા હતા. મિંદાનાઓ દ્વીપ પર કહેર વર્ષાવ્યા બાદ તોફાન દક્ષિણ ચીન સાગર તરફ ફંટાઇ ગયું છે.

તોફાનની સૌથી વધારે અસર ન્યૂ બતાનના ઝેલા જે પર્વતીય વિસ્તાર છે ત્યાં થઇ છે. ત્યાં 142 લોકોના મોત નીપજ્યા છે અને 214 લોકો ગાયબ થયા છે. ફિલિપાઇન્સના સામાજિક કલ્યાણ સચિવ કોરાઝોન સોલિમન અને અન્ય અધિકારીઓએ જણાવ્યું કે, તોફાનથી પ્રભાવિત પર્વતીય વિસ્તારોની તસવીર ઘણી જ ખૌફનાક છે. વિસ્તારની મોટી-મોટી ઇમારતો ખંડેર બની ગઇ છે.

ન્યૂ બતાન નજીકના શહેર કાતીલના લોકોનું કહેવું છે કે અહીં અચાનક પૂર આવ્યું અને અનેક વિસ્તારોમાં કાદવ ભરાઇ ગયું. મૃતદેહો ખુલ્લા સ્થાન પર છે, અમારે અહીં મહામારી ફેલાય તે પહેલા તેને અટકાવી પડશે. આંતરિક સુરક્ષા સચિવ માર રોકસાસે જણાવ્યું કે, આ એક દુઃખદ વાત છે કે બચાવ કાર્યમાં લાગેલા એક જવાનનું મોત નીપજ્યું અને 6 અન્યો ઇજાગ્રસ્ત થઇ ગયા. તે બધા અમારી મદદ માટે અહીં આવ્યા હતા.

બોફા

બોફા

ખતરનાક ચક્રવાતી તોફાન બોફાની સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીર

તોફાન બોફા

તોફાન બોફા

તોફાન બોફાએ મચાવી ભંયકર તબાહી

તોફાન બોફા

તોફાન બોફા

તોફાન ગયા બાદ જીવનની ફરીથી શરૂઆત કરતા લોકો

તોફાન બોફા

તોફાન બોફા

તોફાનની તબાહી બાદ પીડિતોની મદદ કરતા રાહતકર્મીઓ

તોફાન બોફા

તોફાન બોફા

તોફાનનો ભોગ બનેલા ઘરોને વ્યવસ્થિત કરી રહેલા ફિલિપાઇન્સના એક નાગરિકો

English summary
More than 280 people died due to typhoon 'Bopha' in Philippines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X