For Quick Alerts
For Daily Alerts

14 જુલાઈથી અત્યાર સુધીમાં 30300 લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યાઃ વ્હાઈટ હાઉસ
14 જુલાઈથી અત્યાર સુધીમાં 30300 લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યાઃ વ્હાઈટ હાઉસ
અફઘાનિસ્તાનમાં બગડી રહેલા હાલાતો વચ્ચે લોકો દેશ છોડવા માટે મજબૂર છે. અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડીને જતી રહ્યા બાદથી હાલાત અતિ ગંભીર થઈ ગયા છે. જે લોકો દેશ છોડીને બહાર જવા માંગે છે તેમને બહાર કાઢવા માટે સતત કોશિશો થઈ રહી છે. વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરી આ બાબતે જાણકારી આપવામાં આવી કે અમેરિકાના 8 સૈન્ય વિમાનો 7સી-17 અને 1સી-130થી અત્યાર સુધી 1700 લોકોને કાબુલના હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બહાર કાઢવામાં આવ્યા છે.
સાથે જ 39 સહયોગી દેશોના વિમાનોથી પણ અહીંથી 3400 યાત્રીઓને લઈને રવાના થઈ ગયા છે. વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે 14 ઓગસ્ટ બાદથી 303000 જેટલા લોકોને સેના અને વિમાનો દ્વારા અફઘાનિસ્તાનની બહાર કાઢવામાં આવ્યા છે. જુલાઈના અંત સુધીમાં કુલ 35500 લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા હતા.
Comments
English summary
30,300 people from Afghanistan since July 14 Says White house
Story first published: Monday, August 23, 2021, 8:51 [IST]