પાકિસ્તાનઃ અથડામણમાં 30 જવાન અને 100 આતંકીઓના મોત

સોમવારે યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર્સથી આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની મીડિયાના અહેવાલને સાચો માનીએ તો આ હુમલામાં 30 પોલીસ કર્મીઓ અને 100 આતંકવાદીઓના મોત નીપજ્યાં છે. લશ્કરએ ઇસ્લામ અને તહરીક એ તાલિબાન પાકિસ્તાન તિરાહ વેલીમાં ઘણા સ્થાનો પર કબજો જમાવીને બેસેલા છે અને સુરક્ષા દળો તેમને ત્યાંથી ભગાડવા માટે વ્યાપક અભિયાન ચલાવી રહ્યાં છે. જે સબબ બન્ને પક્ષો વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે.
સૂત્રોના હવાલાથી જાણવા મળેલી માહિતી અનુસાર આ અભિયાન શુક્રવારે શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદથી જ આતંકવાદીઓએ જવાબી હુમલા વધારી દીધા હતા. સુત્રોએ જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓમાં વિશેષ સેવા સમૂહના એક અધિકારી સહિત ઘણા અધિકારીઓ પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
