અફઘાનિસ્તાનમાં બોમ્બથી રમી રહેલા 4 બાળકોના મોત

આ માહિતી એક અધિકારીએ આપી હોવાનું સમાચાર એજન્સી ઇએફઇએ જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા જાવેદ ફૈજલે જણાવ્યું કે, આ ઘટના મારુફ જિલ્લાના રસકાઇ જોનમાં બે વાગ્યાની આસપાસ ઘટી હતી.
અધિકારીએ જણાવ્યું કે, બોમ્બ સાથે બાળકો રમી રહ્યાં હતા, ત્યારે અચાનક બોમ્બ ફૂટ્યો હતો. જેમાં એક જ પરિવારના ચાર બાળકોનું મોત નીપજ્યું,જ્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોની ઉમર 10 વર્ષથી ઓછી હતી. આ ઘટનામાં તાલીબાની આતંકવાદને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
