For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ હડતાળ પર, 1500થી વધુ ઉડાણ રદ્દ

બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ હડતાળ પર, 1500થી વધુ ઉડાણ રદ્દ

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ સોમવારથી હડતાળ પર ચાલ્યા ગયા છે. જેની અસર ભારતથી બ્રિટેન જતી ફ્લાઈટ પર પણ પડી છે. સોમવારે ભારતથી બ્રિટેન જતી કેટલીય ઉડાણો રદ્દ કરી દેવામાં આવી છે. બ્રિટિશ એરવેજે યાત્રીઓને એરપોર્ટ પર ન આવવા અપીલ કરી છે. એરવેઝનું કહેવું છે કે 100 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હડતાળ છે. આ કારણે 1500થી વધુ ફ્લાઈટ રદ્દ છે.

british airways

બ્રિટિશ એરલાઈન પાયલટ એસોસિએશને પગાર અને ભથ્થાંમાં કપાતને લઈ વિવાદ બાદ 23 ઓગસ્ટે હડતાળની ઘોષણા કરી હતી. જેમાં 9 અને 10 સપ્ટેમ્બરે પાયલટને હડતાળ પર જવાની ઘોષણા કરી હતી. બીએએલપીએએ એરલાઈનના વ્યવાહરને બિન-જવાબદાર ગણાવ્યું. જ્યારે રશિયાના વિદેશ મંત્રાલયે પણ હડતાળ અને ઉડાણ રદ્દ થયા બાદ પોતાના નાગરિકોને ચેતવ્યા છે.

બ્રિટિશ એરવેઝે નિવેદન જાહેર કરી હડતાળને કારણે યાત્રીઓને થઈ રહેલ પરેશાનીઓ માટે અફસોસ જતાવ્યો છે. બ્રિટિશ એરવેઝે નિવેદન જાહેર કરીને કહ્યું કે બીએએલપીએની હડતાળને કારણે યાત્રીઓ પરેશાન છે. અમે પાછલા કેટલાય મહિનાઓથી પગાર સંબંધી સમસ્યાઓ ઉકલેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જને લઈ અમને બહુ અફસોસ છે.

એરવેઝે આગળ કહ્યું કે દુર્ભાગ્યથી બીએએલપીએએ હડતાળથી પહેલા જાણકારી ન આપી કે કેટલા પાયલોટ આવું કરવા જઈ રહ્યા છે. એવામાં અમારે અમારી 100 ટકા ઉડાણો રોકવી પડી રહી છે. અમે યાત્રીઓની સુવિધા માટે સતત કામ કરી રહ્યા છીએ. લોકોને અસુવિધાથી બચાવવા માટે લોકોની ટિકિટ કેન્સલ કરી ફરીથી બુક કરવાનું કામ તેજીથી કરવામાં આવી રહ્યું છે.

<strong>પાકિસ્તાનથી કાશ્મીરી આતંકીઓને સંદેશ, તો બંગડી જ મોકલીશું</strong>પાકિસ્તાનથી કાશ્મીરી આતંકીઓને સંદેશ, તો બંગડી જ મોકલીશું

English summary
4000 pilot of british airways called strike on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X