For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ પ્લેન દુર્ઘટનામાં 68 મૃતહેદ મળ્યા, રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવાયુ

નેપાળ પ્લેન દુર્ઘટનામાં સામે આવી રહેલા સમાચારો અનુસાર 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર યતિ એરપોર્ટની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નેપાળ પ્લેન દુર્ઘટનામાં સામે આવી રહેલા સમાચારો અનુસાર 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વે પર યતિ એરપોર્ટની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે. આ વિમાનમાં 72 લોકો સવાર હતા. આ મુદ્દે સિવિલ એવિએશન ઓર્થોરીટીએ 68 લોકોના મોતની પૃષ્ટી કરી છે. બીજી તરફ હવે રેસ્ક્યૂ ઓપરેશન રોકી દેવાયુ છે.

nepal

સામે આવી રહેલી વિગતો અનુસાર, પોખરામાં સ્થાનિક લોકો સાથે સુરક્ષાકર્મીઓનું બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું છે. સેનાના એક અધિકારીએ માહિતી આપી તે અનુસાર અંધારાને કારણે સર્ચ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે.

અકસ્માતને લઈને સામે આવી રહેલી માહિતી અનુસાર, યાંત્રિક ખામીના કારણે આ અકસ્માત સર્જાયો છે.નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ દુર્ઘટના યાંત્રિક ખામીને કારણે થઈ હતી, જો કે ફ્લાઇટ પહેલા તમામ તકનીકી તપાસ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આ દરમિયાન કોઈ ખામી દેખાઈ ન હતી.

બીજી તરફ એક પ્રત્યક્ષદર્શીએ વિમાન દુર્ઘટના મુદ્દે કહ્યું કે, અમે એક જોરદાર અવાજ સાંભળ્યો અને સ્થળે પહોંચ્યા. ત્યાં અમે કાટમાળમાં કેટલાક ઘાયલ લોકો અને મૃતદેહો જોયા. આવી જ એક ઘટનાના પ્રત્યક્ષદર્શી મહમૂદ ખાને જણાવ્યું કે અમે અમારા ઘરોમાં હતા ત્યારે અમે જોરદાર અવાજ સાંભળ્યો અને ધુમાડાના મોટા વાદળો જોયા. અમે અમારા મિત્રો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભયંકર અકસ્માત બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અકસ્માતના કારણોની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. નેપાળમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.

English summary
68 dead in Nepal plane crash, rescue operation suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X