For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિથેનૉલ પીવાથી કોરોના ઠીક થાય છે, અંધવિશ્વાસના કારણે 728ના મોત, 9 લોકો થયા અંધ

ઈરાનમાં અફવાના કારણે 700થી વધુ લોકોના જીવ જતા રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટકાળમાં એક મોટી સમસ્યા છે ખોટા સમાચારો. તમામ દેશોમાં ખોટા સમાચારો, અફવાઓ અને અંધવિશ્વાસ કોરોના સામેની લડાઈમાં એક મોટી અડચણ બનેલુ છે. ઈરાનમાં અફવાના કારણે 700થી વધુ લોકોના જીવ જતા રહ્યા છે. વાસ્તવમાં અહીં લોકોએ ખોટા અંધવિશ્વાસના કારણે ઝેરી મિથેનૉલ પી લીધુ જેનાથી 700થી વધુ લોકોના જીવ જતા રહ્યા. આ લોકો વચ્ચે એ રીતના સમાચાર ફેલાયા કે મિથેનૉલ પીવાથી કોરોના વાયરસ ખતમ થઈ જશે, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ આને પીવાનુ શરૂ કરી દીધુ.

મોતના આંકડામાં 10 ગણો વધારો

મોતના આંકડામાં 10 ગણો વધારો

ઈરાનના આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે મિથેનૉલ પીવાથી આ અત્યાર સુધીની સર્વાધિક મોત છે. મોતના આંકડાઓમાં એટલા માટે પણ અંતર છે કારણકે લગભગ 200 લોકોના મોત હોસ્પિટલની બહાર થયા છે. આ લોકોમાંથી અમુક લોકોએ ઝેરી દારુ પીને મરી ગયા છે. છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો સરકારે જે રિપોર્ટ શેર કર્યો છે તે અનુસાર છેલ્લા એક વર્ષમાં ઝેરી દારૂ પીવાતી મરનારની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યુ કે 20 ફેબ્રુઆરીથી 7 એપ્રિલ વચ્ચે 728 લોકોના ઝેરી દારી પીવાથી મોત થઈ ગયા છે.

5806 લોકોના મોત

5806 લોકોના મોત

ગયા વર્ષે ઝેરી દારુ પીવાથી 66 લોકોના મોત થયા હતા. ઈરાન આરોગ્ય મંત્રાલયના પ્રવકતા કાયનોશ જોહાનપોરે જણાવ્યુ કે 20 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઝેરી મિથેનૉલ પીવાથી 525 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 5011 લોકોએ ઝેરી મિથેનૉલ મળેલો દારૂ પીધો છે. આના કારણે 90 લોકોની આંખોની રોશની જઈ ચૂકી છે. ફાઈનલ રિપોર્ટ આવવા પર આ આંકડો ઘણો વધુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મિડલ ઇસ્ટમાં ઈરાન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીં કોરોનાથી અત્યાર સુધી 5806 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 91000થી વધુ લોકો સંક્રમિત છે.

ખરાબ રીતે અસર કરે છે મિથેનૉલ

ખરાબ રીતે અસર કરે છે મિથેનૉલ

તમને જણાવી દઈએ કે મિથેનૉલને સુંઘીને કે તેના સ્વાદથી જાણી શકાતો નથી. આના લીધે જ તેના દુષ્પ્રભાવ બહુ મોડેથી ખબર પડે છે. આ અંગો પર બહુ મોડેથી પ્રભાવ નાખે છે. મગજને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આને પીવાથી છાતીમાં દુઃખાવો, આંખોમાં ઓછુ દેખાવુ જેવા લક્ષણ થાય છે. ઈરાનમાં સરકારે એ સ્પષ્ટ કરી રાખ્યુ છે કે મિથેલૉલ બનાવતી વખતે આમાં આર્ટિફિશયલ રંગ મિલાવવામાં આવે જેથી લોકો એની ઓળખ કરી શકે અને ઈથેલૉલ તેમજ મિથેનૉલમાં ફરક સમજી શકે. ઈથેનૉલનો ઉપયોગ ઘાને સાફ કરવામાં થાય છે અને આ દારૂમાં પણ હોય છે પરંતુ ઈરાનમાં તેને બનાવવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચોઃ પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખઆ પણ વાંચોઃ પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ

English summary
728 Iranian died of drinking methanol of false belief that it protects from coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X