For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 વર્ષના બાળકે 2020માં Youtubeથી 220 કરોડની કમાણી કરી, ત્રીજા વર્ષે પણ રેકોર્ડ યથાવત

9 વર્ષના બાળકે 2020માં Youtubeથી 220 કરોડની કમાણી કરી, ત્રીજા વર્ષે પણ રેકોર્ડ યથાવત

|
Google Oneindia Gujarati News

Highest Paid Youtuber 2020: વર્ષ 2020 પૂરું થવામાં ગણતરીના દિવસો જ બાકી છે એવામાં યૂટ્યૂબને હરેક ક્ષેત્રમાં આખું વર્ષ ઉપલબ્ધિ હાાંસલ કરાવનાર યૂટ્યૂબ કંટેન્ટ ક્રિએટર્સ અને વીડિયોની યાદી જાહેર થઈ રહી છે. હાલમાં જ ફોર્બ્સ મેગેઝીન દુનિયાની સૌથી વડી વીડિયો સર્ચ એન્જીન યૂટ્યૂબ પર વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનાર ક્રિએટર્સની યાદી જાહેર કરી છે. જાણીને તમે દંગ રહી જશો કે આ યાદીમાં સૌથી ઉપર નવ વર્ષનો એક બાળક છે.

ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં ટૉપ પર

ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં ટૉપ પર

જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેઝીનની યાદી મુજબ વર્ષ 2020માં યૂટ્યૂબ પર સૌથી વદુ કમાણી કરનાર કંટેંટ ક્રિએટર 9 વર્ષના રેયાન કાજી છે. જાણીને તમે દંગ રહી જશો કે આ બાળકે યૂટ્યૂબ ચેનલ પર સૌથી વધુ 29.5 મિલિયન ડૉલરની કમાણી કરી છે. આની સાથે જ રેયાન કાજી વર્ષ 2020માં યૂટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરનાર કંટેન્ટ ક્રિએટર બની ગયો છે.

2015માં શરૂ કર્યું હતું યૂટ્યૂબ ચેનલ

2015માં શરૂ કર્યું હતું યૂટ્યૂબ ચેનલ

જણાવી દઈએ કે યૂટ્યૂબ પર રેયાન કાઝીના ચેનલનું નામ 'રેયાન્સ વર્લ્ડ' છે. 2020ના સૌથી વડા યૂટ્યૂબર કહેવાતા રેયાન કાઝીનું અસલી નામ રેયાન ગુઆન છે. તેમણે વર્ષ 2015માં માત્ર ચાર વર્ષની ઉંમરે યૂટ્યૂબ પર વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. રેયાન પોતાના યૂટ્યૂબ ચેનલ પર માર્કેટમાં આવતા નવા-નવાં રમકડાંનો રિવ્યૂ આપે છે, સાથે જ તે દરરોજ સાયન્સ સાથે જોડાયેલા અલગ અલગ પ્રયોગો પણ કરતો રહે છે.

27.7 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર

27.7 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર

આ ઉપરાંત તે પોતાના ફેન્સ અને ફોલોઅર્સના મનોરંજન માટે હંમેશા અલગ અલગ પ્રકારના કંટેન્ટ વીડિયો પણ શેર કરતો રહે છે. જણાવી દઈએ કે વર્તમાનમાં રેયાનના ચેનલ પર 27.7 મિલિયનથી વધુ સબ્સક્રાઈબર છે, રેયાને માત્ર પાંચ વર્ષની ઉંમરે જ આવડું મોટું ફેનબેસ તૈયાર કરી લીધું.

ત્રણ વર્ષથી રેકોર્ડ યથાવત

ત્રણ વર્ષથી રેકોર્ડ યથાવત

જણાવી દઈએ કે રેયાન માત્ર 2020માં જ નહિ બલકે પાછલા બે વર્ષથી પણ યૂટ્યૂબ પર સૌથી વધુ કમાણી કરતો કંટેંટ ક્રિએટર છે. તેમણે વર્ષ 2018માં 22 મિલિયન ડૉલર અને 0219માં 26 મિલિયન ડૉલર રૂપિયા કમાયા હતા. રેયાને 2020માં પણ સૌથી વધુ કમાણી કરી પોતાના રેકોર્ડને યથાવત રાખ્યો છે. શરૂઆતમાં રેયાનના ચેનલનું નામ 'રયાન ટૉયઝ રિવ્યૂ' રાખવામાં આવ્યુ્ં હતું. પહેલાં રેયાન મોટેભાગે 'ટૉય્ઝ અનબૉક્સિંગ'ના વીડિયો જ અપલોડ કરતો હતો.

List of Elections in 2021: પશ્ચિમ બંગાળ- તમિલનાડુ સહિત 6 રાજ્યોમાં ચૂંટણી થશેList of Elections in 2021: પશ્ચિમ બંગાળ- તમિલનાડુ સહિત 6 રાજ્યોમાં ચૂંટણી થશે

English summary
9-year-old earns Rs 220 crore from Youtube in 2020, record for third year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X