For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી પર બુર્જ ખલીફા જેવડી આફત, ગોળીની ગતિએ આવી રહ્યો છે ઉલ્કાપિંડ

પૃથ્વી પર બુર્જ ખલીફા જેવડી આફત, ગોળીની ગતિએ આવી રહ્યો છે ઉલ્કાપિંડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2020 આફતોથી ઘેરાયેલું રહ્યું, અને આ વર્ષ સમાપ્ત થાય તે પહેલાં વધુ એક આફતના સમાચાર સામે આવ્યા છે. બંદૂકની ગોળીની ગતિએ એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને આ કોઈ જેવો-તેવો ઉલ્કાપિંડ નથી. આ ઉલ્કાપિંડની સાઈજ 0.51 કિલોમીટર છે. જે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા જેવડી છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીની 4,302,775 કિમી પાસેથી પસાર થશે.

રવિવારે પૃથ્વી પાસેથી પસાર થશે આ ઉલ્કાપિંડ

રવિવારે પૃથ્વી પાસેથી પસાર થશે આ ઉલ્કાપિંડ

નાસાએ કન્ફર્મ કર્યું કે 153201-2000 WO107 નામનો આ ઉલ્કાપિંડ 29 નવેમ્બરે એટલે કે રવિવારે ધરતી પાસેથી પસાર થશે. આ ઉલ્કાપિંડ 56 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિથી સ્પેસમાં ટ્રાવેલ કરી રહ્યો છે. આ ઉલ્કાપિંડની સાઈઝ 379 મીટર અને 820 મીટરની આસપાસ જણાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે બુર્જ ખલીફાની હાઈટ 829 મીટર ચે અને આ દુનિયાની સૌથી મોટું માનવ નિર્મિત સ્ટ્રક્ચર છે. રવિવારે વહેલી સવારે 1:08 વાગ્યે આ ઉલ્કાપિંડ ધરતી પાસેથી પસાર થશે.

નિયર અર્થ ઓબ્જેક્ટની કેટેગરીમાં સામેલ

નિયર અર્થ ઓબ્જેક્ટની કેટેગરીમાં સામેલ

સ્પેસ રેફરન્સ ડૉટ ઓઆરજી મુજબ નાસાએ આ ઉલ્કાપિંડને નિયર અર્થ ઑબ્જેક્ટની કેટેગરીમા ંસામેલ કર્યો છે, કેમ કે આ પૃથ્વીના 1.3 ખગોળીય માઈલની અંદર આવશે. આ સંભવિત રૂપે ખતરનાક ઉલ્કાપિંડ છે. જેની ન્યૂ મેક્સિકોના વૈજ્ઞાનિકોએ 29 નવેમ્બર 2000ના રોજ ખોજ કરી હતી, અને તેઓ આ ઉલ્કાપિંડને ત્યારથી જ ટ્રેક કરી રહ્યા છે. આ ઉલ્કાપિંડની ગતિ ઘણી તેજ છે. જેને વૈજ્ઞાનિકો એક ખતરો માની રહ્યા છે. જો કે નાસાનું સ્પષ્ટ કહેવું છે કે આ ઉલ્કાપિંડ ધરથી ટકરાય તેવી સંભાવના નથી.

દિવાળીના દિવસે ધરતી પાસેથી 2 ઉલ્કાપિંડ પસાર થયા

દિવાળીના દિવસે ધરતી પાસેથી 2 ઉલ્કાપિંડ પસાર થયા

અગાઉ દિવાળીના દિવસે ધરતી પાસેથી બે ઉલ્કાપિંડ પસાર થયા હતા. જેમાંથી એક તાજ મહેલના આકારનો હતો. તેનું નામ એસ્ટરોઈડ 2020 TB9 અને એસ્ટેરોઈડ 2020 ST1 હતું. જેમાં નાસાએ 2020 ST1ને ખતરનાક ગણાવ્યો હતો. 175 મીટરનો એસ્ટેરોઈડ 2020 ST1 ધરતી પાસેથી 28,646 કિમી પ્રતિ કલાકની ગતિએ પસાર થયો. જો કોઈ ઓબ્જેક્ટ ધરતીથી 46.5 લાખ માઈલની નજીકથી આવવાની સંભાવના હોય તો તેને સ્પેસ ઓર્ગેનાઈઝેશન્સ ખતરનાક માને છે. નાસાની Sentry સિસ્ટમ આવા ખતરાઓ પર પહેલેથી જ નજર રાખે છે. જેમાં આગામી 100 વર્ષ માટે હાલ એવા 22 એસ્ટેરોઈડ સામેલ છે જે પૃથ્વી સાથે ટકરાવવાની થોડી ઘણી સંભાવના છે.

શું Gold Rate ફરીથી 45000 સુધી ગગડશે? જાણો ડિટેલશું Gold Rate ફરીથી 45000 સુધી ગગડશે? જાણો ડિટેલ

English summary
A giant asteroid is crashing towards the earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X