USમાં મંદિર તોડફોડ, દિવાલો પર લખાયા વિવાદિત નિવેદન
વોશિંગ્ટન, 17 ફેબ્રુઆરી: હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતના સંદર્ભમાં એક નિવેદન આપ્યું હતું કે અત્રે ધર્મ પ્રત્યે લોકોમાં સહનશક્તિ ઓછી થઇ રહી છે. પરંતુ અમેરિકાના સિએટલમાં એક હિન્દુ મંદિરને તોડાયા બાદ તેની દિવાલો પર લખાયેલા 'અત્રેથી ભાગી જાવ' જેવા નિવેદનો બાદ અમેરિકાની વાસ્તવિકતા એકવાર ફરી દુનિયા સામે આવી ગઇ છે.
હિન્દુ મંદિરને તોડવાની આ ઘટના અમેરિકાના મેટ્રોપોલિટન ક્ષેત્ર સિએટલમાં થઇ છે જ્યાં મંદિરમાં તોડફોડ બાદ ત્યાં 'ગેટ આઉટ' લખી દેવામાં આવ્યું છે. આ મંદિર અ વિસ્તારનું સૌથી મોટું મંદિર છે. જોકે સ્થાનીય પ્રશાસન મામલાની તપાસ કરવામાં લાગી ગયું છે અને તેની તપાસ કરી રહ્યું છે.

અમેરિકામાં ભારતીયો પર ઊઠી રહી છે આંગળી:
અમિત પટેલની હત્યા
મૂળ નડિયાદના 28 વર્ષીય અમિત પટેલની તેમની દૂકાનમાં જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. આ ઘટના બાદ બંને દેશમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના રવિવાર રાત્રિની છે, જ્યારે અમિત પટેલ પોતાની લીકર શોપમાં હતા. તેઓ અત્રે ન્યૂજર્સીમાં લીકર શોપ ચલાવે છે. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્શો આવ્યા અને તેમની પર ગોળીઓનો વરસાદ કરીને નાસી ગયા. અમેરિકામાં ગુજરાતી પટેલ પર હુમલાની બીજી ઘટના બાદ અમેરિકામાં વસતા એનઆરઆઇ અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
સુરેશભાઇ પટેલની પોલીસ દ્વારા પીટાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અલબામામાં અમેરિકન પોલીસે મૂળ ગુજરાતના અને આધેડવયના સુરેશભાઇ પટેલને ઢોર માર માર્યો હતો, જેના કારણે સુરેશભાઇને લકવાની અસર લાગી ગઇ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જોકે તે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે જેણે તેમને ઢોર માર માર્યો હતો.
એવામાં વધુ એક ભારતીયની ગોળી મારીને હત્યા અને મંદિરની તોડફોડ આ તમામ ઘટનાઓ અમેરિકામાં ભારતીયોની સુરક્ષાને લઇને ઘણા સવાલો ઉઠાવે છે.












Click it and Unblock the Notifications
