For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસઃ મોહમ્મદ પેગંબરનુ કાર્ટૂન બતાવવા પર શિક્ષકનુ માથુ કાપ્યુ

ફ્રાંસમાં એક હ્રદય કંપાવી દેતી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પેરિસઃ ફ્રાંસમાં એક હ્રદય કંપાવી દેતી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ક્લાસમાં મોહમ્મદ પેગંબરનુ કાર્ટૂન બતાવવા પર એક શિક્ષકનુ માથુ કાપી નાખવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોએ આને એક ઈસ્લામિક આતંકી હુમલો ગણાવ્યો છે. શુક્રવારે સ્કૂલની અંદર બનેલી આ ઘટનાએ દરેકને ચોંકાવી દીધા. હુમલાખોરની ઓળખ પોલિસે હજુ સાર્વજનિક કરી નથી. પોલિસનુ કહેવુ છે કે હુમલાખોરને પકડવાની કોશિશમાં તેને ગોળી મારવી પડી અને તેનુ મોત થઈ ગયુ છે.

france

આતંકી સંગઠનના ષડયંત્રની શંકા

પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે દરેક આતંકી હુમલા પહેલા અહીં પણ હુમલાખોર 'અલ્લાહ હુ અકબર' બૂમો પાડી રહ્યો હતો. ફ્રાંસ વર્ષ 2015થી જ ઈસ્લામિક આતંકવાદ સહન કરી રહ્યુ છે. અહીં એ વર્ષ પહેલા મેગેઝીન ચાર્લી હેબ્દોની ઑફિસ પર આતંકી હુમલો થયો અને ત્યારબાદ મુંબઈની જેમ હુમલાઓને અંજામ આપવામાં આવ્યો હતો. ફ્રાંસના આતંક વિરોધી લોકોનુ કહેવુ છે કે હુમલો કોઈ આતંકી સંગઠનના ઉકસાવવા પર કરવામાં આવ્યો છે. હુમલો પેરિસમાં શુક્રવારે સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગે થયો અને આ વખતે મૃત ટીચર હાજર હતા. સ્કૂલ રાજધાની પેરિસથી લગભગ 30 કિલોમીટર દૂર છે. રાષ્ટ્રપતિ મેક્રોએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને કહ્યુ કે આ એક આતંકી હુમલો છે. રાષ્ટ્રપતિ મેક્રો હુમલા બાદ ખૂબ દુઃખી થયા. તેમણે કહ્યુ કે આખો દેશ શિક્ષકોની રક્ષા માટે ઉભો છે અને તેમને કોઈ આંચ પણ આવવા દેવામાં નહિ આવે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ ચાર લોકો જેમાંથી એક સગીર છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આ બધા લોકો હુમલાખોર સાથે જોડાયેલા છે.

મુસલમાન બાળકોને જવા માટે કહ્યુ

પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે શિક્ષકની હત્યા થઈ છે તે ઈતિહાસ ભણાવતા હતા. હાલમાં જ તેમણે પેગંબર મોહમ્મદના કાર્ટૂનને ક્લાસમાં બતાવ્યુ હતુ. આ કાર્ટૂન ફ્રીડમ ઑફ સ્પીચ પર થયેલી ચર્ચા હેઠળ બતાવવામાં આવ્યુ હતુ. સ્કૂલમાં ભણતા એક છાત્રનુ કહેવુ છે કે કાર્ટૂન બતાવતી વખતે મુસલમાન છાત્રોને ક્લાસ રૂમમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યુ હતુ. કદાચ આના કારણે જ તેમણે એક વિવાદને જન્મ આપી દીધો હતો. બાળકના પિતા નૉરડિને કહ્યુ, 'મારા દીકરાએ જણાવ્યુકે તે ખૂબ જ સારા અને ખૂબ જ ફ્રેન્ડલી નેચરવાળા શિક્ષક હતા. મારા દીકરાએ મને જણાવ્યુ કે શિક્ષકે મુસલમાન બાળકોને કહ્યુ હતુ કે તે તેમની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડવા માંગતા અને એટલા માટે જ તેમને જવા માટે કહી દીધુ.' જે આઈડી કાર્ડ હુમલાખોર પાસેથી મળ્યુ છે તેનાથી માલુમ પડે છે કે તેનો જન્મ વર્ષ 2002માં મૉસ્કોમાં થયો હતો. જો કે તપાસકર્તા હજુ ઔપચારિક ઓળખની રાહ જોઈ રહ્યા છે.

જય માતા દી! PM મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓજય માતા દી! PM મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ

English summary
A teacher in France beheaded for showing Prophet Mohammed cartoon in Class.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X