નાઇજીરિયામાં બસ ટ્રેન સાથે ટકારાઇ, 6 લોકોના મોત, એનક લોકો ઇજાગ્રસ્ત
નાઇજીરિયા બસ અને ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયુ હતુ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
નાઇજીરિયામાં મોટી દુર્ઘના બની છે. અંહિયા બસ અને ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. જાણકારી અનુાસર આ દુર્ઘટના નાઇજીરિયાના નાગોસમાં ગુરુવારે થઇ હતી. બસમાં સરકારી કર્મચારી સવાર હતા. જે કામ પર જઇ રહ્યા હતા. આ દરમિયાન ઇટ્રા સિટી ટ્રેન લાગોસના આઇકીજાની તરફ જઇ રહ્યા હતા. તેની સાથે ટકરાઇ ગઇ હતી. લાગોસ સ્ટેટ ઇમરજેન્સી મેનેજમેન્ટ એજેન્સી સાથે ટક્કર બાદ રાહત અને બચાવનુ કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ છે.

રિપોર્ટ અનુસાર અત્યાર સુધી 84 લોકોનું રેસ્ક્યુ કરવમાં આવ્યુ છે. અને તેમને હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં અત્યાર સુધી 6 લોકોની ોત થઇ ચૂકી છે. તમામ ઘયલો બસમાં સવાર હતા. ટ્રેનમાં સવાર કોઇ યાત્રીને ઇજા નથી પહોચી. ફર્સ્ટ એડ આપ્યા બાદ ઘાયલોને જનરલ હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલવામાં આવ્યા છે. બસ ડ્રાઇવરે ટ્રાફિક સિગ્નલનું પાલન નહોતુ કર્યુ. જેના લીધે આ દુર્ઘટના બની હતી.
શરુઆતની તપાસમાં આ વાત સામે આવી છે કે, ડ્રાઇવરની ભૂલના લીધે આ દુર્ઘટના બની છે. બસ ડ્રાઇવરે ટ્રેન ટ્રાફિક સિગ્નલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેના લીધે ટ્રેને બસને ટક્કર મારી દિધી હતી. જણાવી દઇ કે ,ે નાઇજીરિયામાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત સામાન્ય છે. આ લોકો ટ્રાફીક નિયમોનું પાલન નથી કરતા. જેના લીધે આ અકસ્માત થાય એ. નાગોસમાં આ સમ્સ્યા ઘણી ગંભીર છે. આ સૌથી મોટુ શહેર છે. અને કમર્શિયલ હબ છે. પ્રશાસન તરફથી થોડા વર્ષોથી ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક દંડની જોગાવાઇ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
