For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માણસોના સ્પર્મમા મળ્યા કોરોના વાયરસ, નવી સ્ટડીએ વૈજ્ઞાનિકોના હોશ ઉડાવ્યા

માણસોના સ્પર્મમા મળ્યા કોરોના વાયરસ, નવી સ્ટડીએ વૈજ્ઞાનિકોના હોશ ઉડાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસે ચાર મહિનામા 40 લાખ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. દુનિયામાં 2.70 લાખ લોકો આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ વાયરસ ક્યાંથી આવ્યો અને કયા કયા માધ્યમથી ફેલાય છે, તેના પાકા સબૂત હાથ નથી લાગ્યાં. વૈજ્ઞાનિકો માટે આ વાયરસ એકદમ નવો છે, આ કારણે તેના પર બધા દેશોમાં રિસર્ચ ચાલી રહ્યું છે અને દરરોજ નવા નવા દાવા કરવામાં આવી રહ્યા છે. એવામાં સેક્સ કરવાથી પણ આ વાયરસ ફેલાતો હોવાની આશંકા છે.

38 દર્દી પર રિસર્ચ

38 દર્દી પર રિસર્ચ

રિપોર્ટ મુજબ શાંગચિઉ મ્યૂનિસિપલ હોસ્પિટલની એક ટીમે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈલાજ કરાવી ચૂકેલા 38 રોગીઓનો ટેસ્ટ કર્યો. આ દરમિયાન 6 લોકોમાં કોરોના વાયરસ મળ્યા. જેમાં ચાર બહુ બીમાર હતા, જ્યારે બે ઠીક થઈ રહ્યા હતા. આ રિસર્ચ હવે જામા નેટવર્ક ઓવનમાં પ્રકાશિત થયો છે. શોધકર્તાઓ મુજબ વીર્યમાં કેટલા દિવસ સુધી વાયરસ જીવતો રહી શકે તે હજી જાણી શકાયું નથી. સ્પર્મમાં કોરોના મળવાની આશંકાના પગલે સેક્સ કરવાથી વાયરસ ફેલાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે વૈજ્ઞાનિકોને કોઈ પાક્કાં સબૂત મળ્યા નથી. જ્યારે બહુ ઓછી સંખ્યાના દર્દીના સ્પર્મમાં આ વાયરસ મળે છે. બની શકે કે ભવિષ્યમાં કોરોના સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિજીજમાં આવી જાય. આના પર રિસર્ચ ચાલુ છે.

નિષ્કર્ષ પર પહોંચવા માટે રિસર્ચ જરૂરી

નિષ્કર્ષ પર પહોંચવા માટે રિસર્ચ જરૂરી

બ્રિટેનના શેફીલ્ડ યૂનિવર્સિટીમાં એંડ્રોલૉજીના પ્રોપેસર એલન પૈસી મુજબ હજી કોરોના પર ઘણા રિસર્ચ થવાના બાકી છે. સ્ટડીમાં સ્પર્મમાં કોરોના હોવાના કોઈ પુખ્તા સબૂત મળ્યા નથી. આની સાથે જ આ કેટલીવાર સ્પર્મમાં સક્રિય રહેશે તે પણ ખબર નથી, એવામાં કોરોના મળવો કોઈ મોટી વાત નથી. જે સ્ટડી પ્રકાશિત થઈ તે ઘણી જ નાની છે. જો આના સારા પરિણામ જોઈએ તો મોટી સંખ્યામાં લોકો પર ટેસ્ટ કરવા પડશે.

અખાડા પરિષદે સીએમ યોગીને પૂછ્યા સવાલ- દારૂની દુકાન ખુલી શકે તો મંદિર કેમ નહિઅખાડા પરિષદે સીએમ યોગીને પૂછ્યા સવાલ- દારૂની દુકાન ખુલી શકે તો મંદિર કેમ નહિ

આંખ અને નાકથી પણ ખતરો

આંખ અને નાકથી પણ ખતરો

અગાઉ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે ACE2 અને TNPRSS2 બે પ્રોટીન છે, જેનો ઉપયોગ કોરોના વાયરસ વ્યક્તિના શરૂરની કોશિકાઓમા પ્રવેશવા માટે કરે છે. આ પ્રોટીનોના ઉચ્ચ ઘનત્વવાળા બાહરી શરીરના અંગ વિશેષ રૂપે કોરોના વાયરસ માટે કમજોર હોય ચે અને આવા પ્રકારે કોરોના માટે પ્રવેશ દ્વાર બની શકે છે. ઈમ્પીરિયલ કૉલેજ લંડન, વેલકમ સેંગર ઈન્સ્ટીટ્યૂટ, યૂનિવર્સિટી મેડિકલ સેંટર ગ્રોનિંગન, યૂનિવર્સિટી કોટે ડી જૂર અને સીએનઆરએસ દ્વારા પહેલા પ્રકાશિત એક અધ્યયનમાં કહેવામાં આવ્યું હતું કે નાક અને આંખમાં કોરોના વાયરસના પ્રવેશ બિંદુ હોવાની સંભાવના છે.

English summary
according to research coronavirus found in semen of human
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X