50 કેરેટ્સ સિગારેટની તસ્કરી કરતા પકડાયો AIનો કેબિન ક્રૂ

લંડન પોલીસની આઠ કલાકની આકરી પૂછપરછ બાદ શાહે સાચુ નિવેદન આપ્યું. બાદમાં એર ઇન્ડિયાએ પાંચ હજાર ખર્ચ કરીને તેને જમાનત પર છોડાવ્યો. એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પૃષ્ટિ કરતા કહ્યુ કે આ ઘટના એકદમ સાચી છે. કેબિન ક્રૂને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
એર લાઇનના સૂત્રો અનુસાર ઘટના ગત અઠવાડિયે શુક્રવારે થઇ હતી. મુંબઇથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે લંડનના હીથો હવાઇ મથકે લેન્ડિંગ કર્યું. ત્યાર બાદ ક્રૂ મેમ્બર્સ જ્યારે હોટલ તરફ જઇ રહ્યાં હતા ત્યારે પોલીસે તેમના સામાનની તલાસી કરી. તપાસમાં બહાર આવ્યું કે એક બેગમાં કોઇનું નામ નહોતું અને એ બેગમાં સિગારેટ ભરેલી હતી. ત્યાર બાદ પોલીસે ચાર કલાક સુધી ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરી. પૂછપરછમાં ભાવિક શાહે પોતાનો ગુન્હો કબુલી લીધો. હાલ ભાવિકને જમાનત પર છોડવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
