સ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ

એર ઇન્ડિયા ફ્લાઈટ માં મુસાફરી કરી રહેલા યાત્રીઓ તે સમયે માંડ બચ્યા જયારે ફ્લાઈટ એક બિલ્ડીંગ સાથે અથડાઈ.

એર ઇન્ડિયા ફ્લાઈટ માં મુસાફરી કરી રહેલા યાત્રીઓ તે સમયે માંડ બચ્યા જયારે ફ્લાઈટ એક બિલ્ડીંગ સાથે અથડાઈ. આ વિમાનને વધારે નુકશાન નથી થયું અને તેમાં મુસાફરી કરી રહેલા 179 યાત્રીઓને પણ કોઈ ઇજા નથી પહોંચી. આ ઘટના સ્કોટહોમ એરપોર્ટની છે. સ્કોટહોમ પોલીસ અનુસાર આ ઘટના સવારે 5.45 વાગ્યે થઇ. ઘટનાના કારણ વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી શકી. પોલીસ અનુસાર બધા જ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. વિમાનની આજુબાજુ રાહત અને બચાવ કામ માટે પોલીસ સહીત ફાયરબ્રિગેડ ગાડીઓ પણ પહોંચી હતી.

air india

જાણકારી અનુસાર દિલ્હીથી સ્કોટહોમ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI-167 એરપોર્ટ ટર્મિનલ 5 પર ઉતારવાનું હતું. પરંતુ રનવેથી 50 મીટર દૂર જ વિમાન બિલ્ડીંગ સાથે અથડાઈ ગયું. ઘટનાની જે ફોટો સામે આવી રહી છે તેમાં વિમાનની ડાબી પાંખ બિલ્ડિંગમાં ફસાયેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે કેટલીક ફાયરબ્રિગેડ ગાડીઓ અને ટ્રક પણ વિમાન પાસે જોઈ શકાય છે. હજુ સુધી આ ઘટના પાછળનું કારણ જાણવામાં નથી આવ્યું. દુર્ઘટના પછી બધા જ યાત્રીઓને એર ઇન્ડિયાના બીજા વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા.

આપણે જણાવી દઈએ કે ગયા મહિને તામિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એર ઇન્ડિયાનું વિમાન એર ટ્રાફિક કંટ્રોલનું દીવાલ સાથે અથડાઈ ગયું હતું. પરંતુ પાયલોટને તેના વિશે કોઈ જ ખબર નહિ પડી અને વિમાન લગભગ 4 કલાક સુધી ઉડતું રહ્યું. ત્યારપછી અધિકારીઓએ પાયલોટને વિમાન અથડાવવાની જાણકારી આપી અને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X