For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mission Afghan ની કમાન અજિત ડોવાલે સંભાળી, એક જ ફોનમાં થઇ ગયુ કામ

અફઘાનિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે અને દરેક દેશ પોતાના નાગરિકોને બચાવવામાં વ્યસ્ત છે. ભારતના સેંકડો નાગરિકો અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પણ ફસાયેલા છે અને આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Mission Afghan : અફઘાનિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે અને દરેક દેશ પોતાના નાગરિકોને બચાવવામાં વ્યસ્ત છે. ભારતના સેંકડો નાગરિકો અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પણ ફસાયેલા છે અને આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ભારત સરકારને તેમને બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે મિશન અફઘાનિસ્તાનનો મોરચો સંભાળ્યો છે. અજિત ડોભાલ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય અધિકારીઓને કેવી રીતે બહાર લાવ્યા?

Ajit Dowal

અજીત ડોવાલે ચાર્જ સંભાળ્યો

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે પોતે અફઘાનિસ્તાનથી ભારતીયોને સુરક્ષિત લાવવાનું મિશન હાથ ધર્યું છે અને આ માટે તેમણે સોમવારની રાત્રે યુએસ એનએસએ જેક સુલિવાન સાથે ફોન પર વાત કરી છે. કાબુલમાં તાલિબાનનો કબ્જો થયો હોવા છતાં, કાબુલ એરપોર્ટ હજૂ પણ અમેરિકન અને તુર્કી દળોના હાથમાં છે. વિમાન હવે અમેરિકાની ઈચ્છાથી કાબુલ એરપોર્ટ પર ઉતરી રહ્યા છે, આવી સ્થિતિમાં અજીત ડોવાલે અમેરિકન એનએસએને ફોન કર્યો હતો, ત્યારબાદ ભારતે પોતાના અધિકારીઓને બહાર કાઢવા માટે ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી હતી.

Ajit Dowal

ડોવાલના ફોન બાદ શું થયું?

ભારતીય એનએસએ અજીત ડોવાલના ફોન બાદ અમેરિકી સુરક્ષા વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ કાબુલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા અધિકારીઓને ભારતીય અધિકારીઓને બચાવવાની સૂચના આપવામાં આવી હતી. અજીત ડોવાલે યુએસ એનએસએને ફોન કરતા જ કાબુલ એરપોર્ટ પર યુએસ સિક્યુરિટી ઝોનમાં ભારતીય વિમાનોને બચાવ કામગીરી માટે જગ્યા આપવા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. જે બાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય વિમાનને રન-વે પૂરો પાડવામાં આવ્યો હતો. આ સાથે ભારતીય C-17 વિમાનોને પણ કાબુલ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી.

શરૂઆતમાં કરવો પડ્યો સમસ્યાઓનો સામનો

અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને કારણે ભારતીય અધિકારીઓ માટે કાબુલ એરપોર્ટમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો, જે અજિત ડોવાલના ફોન બાદ હળવો કરવામાં આવ્યો હતો. બે ભારતીય મોટા વિમાનો C-17 વિમાન વોશિંગ્ટનને ફોન કર્યા બાદ સોમવારના રોજ કાબુલ એરપોર્ટ પર ઉતર્યા હતા. જેમાંથી એક વિમાન સોમવારના રોજ કાબુલથી 46 ભારતીય અધિકારીઓ સાથે પરત ફર્યું હતું. જ્યારે 120 અધિકારીઓ સાથેનું બીજું વિમાન મંગળવારની સવારે કાબુલથી જામનગર પરત ફર્યું હતું.

Ajit Dowal

ઉલ્લેખનીય છે કે, ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં અમેરિકા સાથે નજીકથી કામ કરી રહ્યું છે, પરંતુ તાલિબાને રવિવારના રોજ કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વધુ વણસી છે અને વિશ્વના વિવિધ દેશો કાબુલમાં બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. આવા સમયે અફઘાનિસ્તાનની ચિંતાજનક સ્થિતિ વચ્ચે ભારત સહિત ઘણા દેશોએ તેમના દૂતાવાસ ખાલી કરવાનું શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન મંગળવારના રોજ 120 ભારતીય અધિકારીઓને લઈને ગુજરાતના જામનગર પહોંચ્યું હતું. વિમાને સોમવારની મોડી રાત્રે કાબુલથી ઉડાન ભરી હતી.

English summary
The situation in Afghanistan is very bad and every country is engaged in evacuating its own citizens. India's National Security Advisor Ajit Doval has taken over the front of Mission Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X