For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં ઝેહાદ જરૂરી, પરંતુ બિનમુસ્લિમોને ના મારો: અલકાયદા

|
Google Oneindia Gujarati News

al javehiri
લંડન, 17 સપ્ટેમ્બર : આતંકી સંગઠન અલકાયદાના વડા અયમાન અલ જવાહિરીએ ઝેહાદીઓ માટે નવી ગાઇડલાઇન શરૂ કરી છે. આ ગાઇડલાઇન અંતર્ગત કહેવાયું છે કે કાશ્મીરમાં તેઓ યુદ્ધ લડે, પરંતુ મુસ્લિમોની જમીન પર કોઇ હિંદુઓનોની હત્યા ના થવી જોઇએ. અયમાન અલ જવહિરીએ બિનમુસ્લિમો અને અન્ય મુસ્લિમ સંપ્રદાયો પર હુમલા નહીં કરવાનો અનુરોધ કર્યો છે.

જાહેર કરવામાં આવેલી આ ગાઇડલાઇન્સમાં કહેવાયુ છે કે મુસ્લિમ ધરતી પર રહેનાર ઇસાઇયો, હિંદુઓ અને શીખોને છોડી દેવા જોઇએ અને તેમની હત્યા ના થવી જોઇએ. મહિલાઓ અને બાળકોની જિંદગીનું સન્માન કરવું જોઇએ. બજાર, મસ્જિદ અને ભીડભાડવાળા વિસ્તારમાં દુશ્મનો પર હુમલો કરવો જોઇએ નહીં.

આ દસ્તાવેજ સાઇટ મોનિટરિંગ સર્વિસે જારી કર્યું છે. આમાં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ બાર વર્ષ અલકાયદાની નવી રણનીતિ અંગે મહત્વની જાણકારી મળે છે. આનાથી આતંકવાદી સંગઠનની વૈશ્વિક મહત્વાકાક્ષા અને ખતરનાખ ઇરાદાઓ અંગે જાણ થાય છે.

જવાહિરીએ ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાન, યમન અને સોમાલિયામાં સંઘર્ષને અનિવાર્ય ગણાવ્યું છે. પાકિસ્તાન અંગે જવાહિરીએ જણાવ્યું કે યુદ્ધનો ઉદ્દેશ્ય છે સુરક્ષિત સ્વર્ગ બનાવવું જેથી ઇસ્લામિક પ્રણાલી સ્થાપિત કરવા માટે તેને લોંચિગ પેડ તરીકે ઉપયોગ કરવામાં આવી શકે.

માનવામાં આવે છે કે જવાહિરી પાકિસ્તાનમાં જ છૂપાયેલો છે. ઝેહાદ માટે જારી સામાન્ય દિશાનિર્દેશોને ઝેહાદી મંચો પર પોસ્ટ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમારું સંઘર્ષ લાંબુ ચાલવાનું છે.

English summary
It is necessary to jihad in Kashmir but dont kill any non Muslim person said Al Qaeda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X