For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના સિરિયા પર હવાઇ હુમલા; ISISના 70 આતંકવાદીઓ મર્યા, 300 ઘાયલ

|
Google Oneindia Gujarati News

બૈરુત, દમાસ્કસ, અમ્માન, 23 સપ્ટેમ્બર : આજે અમેરિકાએ તેના અન્ય સાથી દેશોનો સાથ લઇને ઉત્તર અને પૂર્વ સિરિયામાં મુસ્લિમ કટ્ટરપંથીઓ પર આતંકવાદી હુમલાઓ કર્યા છે. જેમાં ISISના જેહાદીઓ અને અલ કાયદાના ઉગ્રવાદીઓ સહિત 70 લોકો માર્યા ગયા છે. આ હુમલાઓમાં 300થી વધારે લોકો ઘવાયા છે. આ અંગેની માહિતી સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ (એસઓએચઆર - SOHR)ના ડાયરેક્ટર રામી અબ્દુલ રહેમાને આપી છે.

આગામી સમયમાં આ હુમલાઓ વધી શકે છે. જો કે અમેરિકાએ સિરિયાના પ્રદેશમાં હવાઇ હુમલા અંગે અગાઉથી જ સિરિયા સરકારને જાણ કરી હતી. મૃત્યુ પામનાર 50 ઉગ્રવાદીઓ સિરિયામાં અલ કાયદાની માન્યતાપ્રાપ્ત નુસરા ફ્રન્ટના છે. જ્યારે બાકીના સિરિયાના નાગરિકો છે. જેમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

isis

આતંકવાદ સામેના યુદ્ધમાં અમેરિકા અને તેના સાથી દેશોના યુદ્ધ વિમાનોએ ISISના રકા, દૈર અલ ઝુર, અલ હસકાહ અને લેપ્પો પ્રાંતમાં હવાઇ હુમલા કર્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 50 જેટલા હવાઇ હુમલા થઇ ચૂક્યા છે.

English summary
America airstrikes on Syria ; kill at least 70 ISIS terrorists, injure 300.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X