અમેરિકાને મહિલા પ્રમુખની જરૂર છે : હિલેરી ક્લિન્ટન

હિલેરીએ યુટ્યૂબ પર ગઈ કાલે પોસ્ટ કરેલી એક વિડીયોમાં કેનેડિયન દર્શકોને ઉદ્દેશીને આમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે "હું એવી આશા રાખું છું કે અમે એક મહિલાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢીશું, કારણ કે મારું માનવું છે કે એનાથી છોકરીઓ અને મહિલાઓને તેમજ છોકરાઓ અને પુરુષોને પણ ઉચિત સંકેત મળશે. હું પ્રમુખ તરીકે ચોક્કસપણે ઉચિત મહિલા ઉમેદવારને વોટ આપીશ. હું એવો વિશ્વાસ રાખું છું કે મારાં જીવનકાળ દરમિયાન અમારાં દેશમાં એક મહિલા પ્રમુખ બનશે."
જો કે હિલેરીએ તે પોતે યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં મેદાનમાં ઉતરશે કે કેમ તે વિશે કોઇ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. હિલેરીનું કહેવું છે કે વધુને વધુ સ્ત્રીઓએ આગળ આવીને રાજકારણમાં ભાગ લેવો જોઈએ. જેના કારણે રાષ્ટ્રના વધુ સારા નિર્માણમાં મદદ મળશે.












Click it and Unblock the Notifications
