એન્ટી ઇસ્લામ ફિલ્મને તાત્કાલિક હટાવે અમેરિકા: પાકિસ્તાન

દેશના હાલાતને ધ્યાનમાં રાખી પાકિસ્તાને તાત્કાલિક ધોરણે આ ઇસ્લામ વિરોધી ફિલ્મને યુટ્યુબ પરથી હટાવવા અને તેના નિર્દેશક સામે કડક પગલાં ભરવા આદેશ કર્યો છે.
ડોન અનુસાર વિદેશ મંત્રાલયે અમેરિકા દૂતાવાસમાં ચાર્જ ડી અફેર્સ રિચર્ડ હોંગલેન્ડને પોતાના કાર્યાલયમાં જણાવ્યું કે આ ફિલ્મ ‘ઇનોસેંસ ઓફ ઇસ્લામ' એક અરબ પચાસ કરોડ મુસલમાનો સાથે કરવામાં આવેલ એક વિશ્વાસઘાત છે. આ ફિલ્મથી માત્ર વિનાશ અને હિંસા જ ફેલાશે. જેને તાત્કાલિક યુટ્યુબ પરથી હટાવવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન રાજા પરવેઝે જનતાને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે જ્યા સુધી તેઓ અમેરિકા સાથે વાતચીત ના કરી લે ત્યાં સુધી લોકો ધૈર્યથી કામ લે.












Click it and Unblock the Notifications
