For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદ સામેની જંગમાં ભારત સાથે અમેરિકા

|
Google Oneindia Gujarati News

india-america-flag
ન્યૂયોર્ક, 22 ફેબ્રુઆરીઃ અમેરિકાએ ભારતના હૈદરાબાદ શહેરમાં ગુરુવારે મોડી સાંજે થયેલા વિસ્ફોટની નિંદા કરતા કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઇમાં તે ભારત સાથે છે અને જરૂર પડ્યે તે દરેક જરૂરી સહાયતા ભારતને આપવા તૈયાર છે. અમેરિકાના વિદેશમંત્રી જોન કેરીએ ન્યૂયોર્ક પહોંચેલા ભારતીય વિદેશ સચિવ રંજન મથાઇની મુલાકાત બાદ કહ્યું કે હૈદરાબાદમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે લોકોની મોત પર તે વ્યક્તિગત રીતે અને અમેરિકાની સરકાર તથા જનતા તરફથી સંવેદના પ્રકટ કરે છે.

અમેરિકાએ રાજકિય મામલામાં ઉપમંત્રી વેંડી આર શરમને પણ હૈદરાબાદમાં થયેલા આતંકવાદી હુમલામાં જાનમાલની ક્ષતિ પર સંવેદના વ્યક્ત કરી છે. મથાઇએ તેમની સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. વિદેશ વિભાગ તરફથી જારી નિવેદનમાં કહ્યું છે કે શરમનએ હૈદરાબાદ વિસ્ફોટ પર અમેરિકા તરફથી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામે સંઘર્ષ વિરુદ્ધ દેશની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કર્યો છે.

આ પહેલા વિદેશ વિભાગના પ્રવક્તા વિક્ટોરિયા ન્યૂલેન્ડના સંવાદદાતાઓને કહ્યું કે, અમે હૈદરાબાદ હુમલાની નિંદા કરીએ છીએ અને આ ઘટનાના પીડિતોના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા આતંકવાદ સામેની લડાઇમાં ભારત સાથે છે અને ભારતીય પ્રશાસને જેવી મદદની જરૂર છે, તેવી મદદ તેને પૂરી પાડવામાં તૈયાર છે. ન્યૂલેન્ડે કહ્યું કે અમેરિકા પાસે એ વાતની કોઇ સૂચના નથી કે હુમલા પાછળ કોનો હાથ હોઇ શકે છે. તેમણે એ વાતની જાણકારી હોવાનો ઇન્કાર કર્યો છે કે ભારતે આ મામલે અમેરિકાની કોઇ મદદ માંગી છે કે નહીં.

English summary
America stands with India in combating terrorism, said Newly appointed US Secretary of State John Kerry on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X