For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોને ગુજરાતમાં શોધશે અમેરિકા, NFSU સાથે મિલાવ્યો હાથ

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના સૈનિકોના અવશેષો શોધવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમેરિકી સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના સૈનિકોના અવશેષો શોધવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. અમેરિકા પોતાના 400થી વધુ સૈનિકોને ગુજરાતમાં શોધશે જેના માટે તેમણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફૉરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય(NFSU) સાથે હાથ મિલાવ્યો છે. NFSUના વિશેષજ્ઞ અમેરિકાના સંરક્ષણ વિભાગ હેઠળ કામ કરતા સંગઠન Defence POW/MIA Accounting Agency(DPAA)ની મદદ કરશે.

ગુજરાત કરશે મદદ

ગુજરાત કરશે મદદ

DPAA સંગઠન યુદ્ધ દરમિયાન ગુમ થયેલા અને બંદી બનાવાયેલા સૈનિકોના લેખા-જોખા રાખે છે. NFSUમાં DPAAની મિશન પરિયાજનાના મેનેજર ડૉ. ગાર્ગી જાનીએ જણાવ્યુ કે અમેરિકાના ગુમ સૈનિકોના અવશેષોને શોધવામાં દરેક સંભવ મદદ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ માટે NFSU અને DPAA એ ખાસ રણનીતિ તૈયાર કરી છે. તેને અનુરૂપ કામ કરવામાં આવશે. ડૉ. ગાર્ગીએ કહ્યુ કે NFSU અને DPAAvs તેમનના મિશનમાં વૈજ્ઞાનિક અને લૉજિસ્ટિક રીતથી દરેક સંભવ મદદ કરશે.

અમેરિકાના 81,800 સૈનિકો ગુમ થયા જેમાંથી 400 ભારતમાં ગુમ થયા હતા

અમેરિકાના 81,800 સૈનિકો ગુમ થયા જેમાંથી 400 ભારતમાં ગુમ થયા હતા

વળી, ડૉ. ગાર્ગીએ કહ્યુ કે એજન્સીની ટીમો બીજા વિશ્વ યુદ્ધ, કોરિયાઈ યુદ્ધ, વિયેટનામ યુદ્ધ, શીત યુદ્ધ અને ઈરાક અને ફારસના ખાડી યુદ્ધો સહિત અમેરિકાના છેલ્લા સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષો શોધીને તેમની ઓળખ કરીને તેમને પાછા લાવવાની કોશિશ કરશે. તેમણે કહ્યુ કે બીજુ વિશ્વ યુદ્ધ, કોરિયાઈ યુદ્ધ, વિયેટનામ યુદ્ધ અને શીત યુદ્ધ દરમિયાન અમેરિકાના 81,800 સૈનિકો ગુમ થયા છે જેમાંથી 400 ભારતમાં ગુમ થયા હતા.

સંપૂર્ણ વાપસી પ્રક્રિયાનુ 25 ટકા કામ પૂર્ણ

સંપૂર્ણ વાપસી પ્રક્રિયાનુ 25 ટકા કામ પૂર્ણ

તમને જણાવી દઈએ કે અમેરિકાએ કાબુલમાં પોતાનો સૈનિક અડ્ડો અફઘાન સેનાને સોંપી દીધો છે. ન્યૂ કાબુલ કમ્પાઉન્ડ (NKC) નામનો આ મુખ્ય અમેરિકી સૈનિક અડ્ડો હવે અફઘાન સેના સંભાળશે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા ફવાદ અમને કહ્યુ કે શુક્રવારે એક સમારંભમાં અમેરિકા અને નાટો બળ કમાંડર જનરલ સ્કાટ મિલરે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનબળોનુ સમર્થન ચાલુ રાખવા માટે કહ્યુ. અમેરિકા અને નાટો સેનાઓની વાપસી એક મેથી શરૂ થઈ ગઈ છે. પેંટાગન અધિકારીઓનુ કહેવુ છે કે અમેરિકાએ સંપૂર્ણ વાપસી પ્રક્રિયાનુ 25 ટકા કામ પૂરુ કરી લીધુ છે.

English summary
America will search their 400 soldiers in Gujarat who were missing during World War 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X