For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી લીક થયો ફેસબુકનો ડેટા, 26 કરોડ યૂઝર્સની અંગત માહિતીની ચોરી

ફરી લીક થયો ફેસબુકનો ડેટા, 26 કરોડ યૂઝર્સની અંગત માહિતીની ચોરી

|
Google Oneindia Gujarati News

હાલમાં જ જૂમ એપતી ડેટા ચોરી થવાના અહેવાલ આવી રહ્યા હતા ત્યારે જ ફેસબુક પરથી પણ ડેટા લીક થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, શોધકર્તાઓનું કહેવું છે કે હેકર્સે ફેસબુકના 26.7 કરોડ યૂઝર્સના ખાનગી ડેટા માત્ર 500 યૂરો એટલે કે 41 હજાર 500 રૂપિયામાં વેચી દીધા છે.

યૂઝરના જે ડેટા વહેંચવામાં આવ્યા છે તેમાં તેમના ઈમેલ એડ્રેસ, ફેસબુક આઈડી, ફોન નંબર સાથે તેમના જન્મતારીખો પણ સામેલ છે. ફેસબુક યૂઝરની પ્રાઈવસી અને ડેટા ચોરીની ઘટનાઓ પહેલા પણ સાંભળવા મળી રહી છે.

ડાર્ક વેબ પર ડેટા વેચાયા

ડાર્ક વેબ પર ડેટા વેચાયા

સાઈબલના રિસર્ચ જે કે એક સાઈબર રિસ્ક અસેસમેન્ટ કંપની છે તેમણે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ ડેટાને ડાર્ક વેબ પર વેચવામાં આવી છે જો કે ફેસબુકમાંથી આ જાણકારી કેવી રીતે લીક થઈ તે અંગે તેમને કંઈ જાણકારી નથી. તેમનું કહેવું છે કે ડેટા લીક થવા પાછલ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈંટરફેસ એક કારણ હોય શકે, હેકર્સ તેનો ઉપયોગ કરી ફિશિંગ અને સ્પેમિંગની મદદથી આ ડેટા ચોરી શકે છે.

ડેટા ચોરી

ડેટા ચોરી

આવું પહેલીવાર નથી થયું, જો તમને યાદ હોય તો પાછલા વર્ષે ડિસેમ્બરમાં 26.7 કરોડથી વધુ એફબી યૂઝરના ડેટા ચોરી થયા હોવાના અહેવાલ સાંભળવા મળ્યા હતા. આ બધા ડેટા યૂઝરની પ્રાઈવસી સાથે જોડાયેલ છે. એક વેબસાઈટે પોતાના બ્લૉગ પોસ્ટમાં લખ્યું કે હેકર્સ દ્વારા ચોરવામાં આવેલ ડેટાને સહેલાઈથી હેકર પોરમથી સીધી ડાઉનલોડ કરી શકે છે.

ફેસબુકે પ્રતિક્રિયા આપી

ફેસબુકે પ્રતિક્રિયા આપી

આ વાતની જાણકારી આપતા ફેસબુકે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે આ મામલાને જોઈ રહ્યા છીએ અને લાગે છે કે પ્રાઈવસીની સેટિંગમાં જે સમયે બદલાવ કર્યા હતા તે સમયે જ આ ડેટા ચોરી થઈ શકે છે. જો કે ફેસબુક હંમેશાથી યૂઝર્સને પોતાનો પાસવર્ડ વારંવાર બદલવાની સલાહ આપતું રહ્યું છે અને સાથે જ પ્રાઈવસી સેટિંગ અને કોઈપણ એવા મેલથી બચવાની સલાહ આપી રહ્યું છે જેમમાં યૂઝર્સને થોડો પણ શક હોય.

ફેસબૂક પર મુસિબતનો પહાડ

ફેસબૂક પર મુસિબતનો પહાડ

હેકર્સ આ રસ્તેથી જ યૂઝરના ડેટા સુધી પહોંચી શકે છે. ડેટા પ્રાઈવસીને લઈ ફેસબુક પર પહેલા જ મુસિબતનો પહાડ ટૂટી પડ્યો હતો, કંપની પર કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા 8.7 કરોડ યૂઝર્સના ડેટા યૂઝ કરવાને લઈ મામલો ચાલી રહ્યો છે સાથે જ ફેડરલ ટ્રેડ કમિશને ફેસબુક પર લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી5 વર્ષના બાળકને કોરોનાની જરૂરી દવા પહોંચાડવા રેલવે આગળ આવ્યું, પુણેથી બેલગામ દવા મોકલી

English summary
another data breach in facebook, hackers sold personal data of users
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X