For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટીગુઆના પીએમે કહ્યુ, મેહુલ ચોક્સી કૌભાંડી છે, ભારત પૂછપરછ માટે સ્વતંત્ર

પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી માટે એંટીગુઆ અને બાર્બૂડાના પ્રધાનમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી માટે એંટીગુઆ અને બાર્બૂડાના પ્રધાનમંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. ચોક્સીને કૌભાંડી ગણાવીને તેમણે કહ્યુ કે તેની અપીલ ખતમ થતા જ તેને નિર્વાસિત કરી દેવામાં આવશે. પીએમ ગેસ્ટન બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોક્સી એક કૌભાંડી છે અને ભારતીય એજન્સીઓ અમારા દેશમાં આવીને તેની પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીએ એંટીગુઆના સિટિઝનશિપ બાય ઈનવેસ્ટમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એંટીગુઆની નાગરિકતા લઈ લીધી હતી.

mehul choksi-antigua pm

બ્રાઉને ડીડી ન્યૂઝને કહ્યુ કે, 'તેમને ખબર નહોતી કે ચોક્સી ધોખેબાજ (ક્રૂક) છે નહિતર તેને નાગરિકતા ના આપવામાં આવત. તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવશે કારણકે તે એંટિગુઆનુ સમ્માન નથી વધારી રહ્યો.' તેમણે કહ્યુ કે, 'અમારા દેશમાં એક સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે અને આ કેસ અદાલત સામે છે. એટલા માટે આ કેસમાં સરકાર પાસે કોઈ અધિકાર નથી. જેમ કે તમે જાણો છો કે ગુનેગારો માટે પણ એક પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. તેણે (ચોક્સી)એ ઘણી વાર અપીલ કરી અને જ્યાં સુધી તેની બધી અપીલ પર સુનાવણી ખતમ ન થઈ જાય અમે કંઈ કરી શકીએ નહિ. પરંતુ આ વખતે તેની બધી અપીલ ખતમ થઈ ગઈ તો તેને ભારત પ્રત્યાર્પિત જરૂર કરવામાં આવશે.'

મેહુલ ચોક્સીએ લગાવ્યો લગભગ 14 હજાર કરોડનો ચૂનો

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને તેના ભાણિયા નીરવ મોદીએ નકલી લેટર ઑફ અંડસ્ટેન્ડિંગ્ઝ (એઓયુ) દ્વારા પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્થિત બાર્ડી હાઉસ શાખાને લગભગ 14 રજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. આ ગોટાળાનો ભાંડાફોડ થવા પર બંને ભારત છોડી વિદેશ ભાગી ગયા. ચોક્સીને 15 જાન્યુઆરી, 2018ના રોજ એંટીગા અને બારબૂડાની નાગરિકતા મળી ગઈ. તેણે આ વર્ષે 17 જૂનના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરીને કહ્યુ કે અત્યારે એંટીગામાં રહે છે અને પીએનબી ગોટાળાની તપાસમાં સહયોગ કરવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, 1971ની ભૂલ ના કરતા, PoKનુ શું થશે વિચારી લેજોઆ પણ વાંચોઃ રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, 1971ની ભૂલ ના કરતા, PoKનુ શું થશે વિચારી લેજો

English summary
antigua barbuda pm gaston browne mehul choksi a crook india free to interrogate him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X