કલમ 370 ભારતનો આંતરીક મામલો, અમે તથ્યો જોવા આવ્યા: EU પ્રતિનિધિ મંડળ
યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું, જ્યાંથી તેઓએ શ્રીનગરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું, જ્યાંથી તેઓએ શ્રીનગરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પછી યુરોપિયન યુનિયનના 23 સભ્યોની પાર્ટીએ ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી. યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે અમારી મુલાકાત ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી હતી, કાશ્મીરના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે. ઉલ્લેખનિય છેકે કાશ્મીરના મુદ્દે યુરોપિયન યુનિયન સંસદમાં પણ ચર્ચા થઈ હતી.

ઇયુના સાંસદોના પ્રતિનિધિ મંડળે કહ્યું કે અમે આતંકવાદ સામેની લડતમાં સાથે છીએ. અમે અહીં તથ્યો જોવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આર્ટિકલ 37૦ એ ભારતનો આંતરિક મુદ્દો છે. અમે શાંતિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાટાઘાટોના પક્ષમાં છીએ અને અમે કાશ્મીરની સ્થિતિ સુધારવામાં મદદ કરીશું. પ્રતિનિધિ મંડળે કહ્યું કે આતંકવાદના મુદ્દા પર સેના સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. કાશ્મીરના લોકો વધુ સારી અપેક્ષા રાખે છે. પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે યુરોપિયન યુનિયનને રિપોર્ટ આપશે નહીં.
પ્રતિનિધિ મંડળે કહ્યું કે અમે નાઝીવાદી નથી, જો અમે હોત તો કદી ચૂંટાયા ન હોત. તેમણે આ શબ્દના ઉપયોગ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. આપને જણાવી દઈએ કે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુરોપિયન યુનિયનના સાંસદોની તુલના નાઝીવાદીઓ સાથે કરી હતી. કાશ્મીરના લોકો અંગે પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમને ત્યાં વધારે સમય ન મળ્યો અને તેઓ વધુ લોકોને મળી શક્યા નહીં, પરંતુ તેઓ શાંતિ અને વિકાસ ઇચ્છે છે.
તમને જણાવી દઈએ કે સોમવારે યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યું હતું. આ સભ્યો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી અને કલમ 370 હટાવ્યા પછી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
આ પણ વાંચો: સરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયત












Click it and Unblock the Notifications
