ઇસ્તંબુલમાં ફૂટબોલ સ્ટેડિયમની બહાર કારમાં થયો બ્લાસ્ટ, 29 ના મોત, 166 ઘાયલ

Subscribe to Oneindia News

તૂર્કીના સૌથી મોટા શહેર ઇસ્તંબુલમાં શનિવારે રાત્રે બેસિકતાસ ફૂટબોલ સ્ટેડિયમની બહાર બે બોમ્બ વિસ્ફોટ થયા છે. આ બંને વિસ્ફોટ એક કારમાં થયા. અહેવાલો અનુસાર 29 લોકોના મોત નીપજ્યા છે અને 166 લોકો ઘાયલ થયાના સમાચાર થયા છે.

blast

ઇસ્તંબુલમાં આતંકી હુમલો

ન્યૂઝ એજંસીઓના જણાવ્યા મુજબ તૂર્કીની બે પ્રખ્યાત ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઇ રહેલી મેચના લગભગ બે કલાક બાદ કારમાં બ્લાસ્ટ થયો. પ્રારંભિક તપાસમાં આ એક આતંકી હુમલો બતાવવામાં આવી રહ્યો છે.

તૂર્કીના પરિવહન મંત્રી અહમત અરસલને ટ્વીટ કરીને આ ઘટનાને એક આતંકવાદી હુમલો હોવાની આશંકા જણાવી છે. તૂર્કીમાં મોટા શહેરો પર આતંકી હુમલાઓની ઘટનાઓ વધી રહી છે જેમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવી બેઠા છે. જાણકારી મુજબ કારમાં કારમાં ધમાકો પોલિસ બસને નિશાનો બનાવીને કરવામાં આવ્યો.

English summary
At least 13 people have been killed in explosions near a football stadium in Istanbul, it has been claimed.
Please Wait while comments are loading...