બર્લિનમાં ISIS નો આતંકી હુમલો, ખીચોખીચ ભરેલા બજારમાં લોકોને ટ્રકથી કચડ્યા, 12 ના મોત

Subscribe to Oneindia News

તેજ ગતિએ આવી રહેલી એક ટ્રકે લોકોને ખીચોખીચ ભરેલા બર્લિનના ક્રિસમસ બજારમાં ઘણા લોકોને કચડી દીધા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 ના મોત નીપજ્યા છે અને 48 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇસ્લામિક સંગઠન ISIS એ હુમલાની જવાબદારી લીધી છે.

berlin

ખુશીઓ મનાવી રહેલા લોકો માટે મોત બનીને આવી ટ્રક

જે સમયે આ ઘટના બની તે સમયે ક્રિસમસ બજારમાં ઘણા લોકો ખરીદી કરી રહ્યા હતા. આ ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ટ્રકના ડ્રાઇવર સાથે બેઠેલો વ્યક્તિ પણ સામેલ છે. પોલિસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે.ફૂટપાથ પર ઉભેલી ભીડ પર ચડી ટ્રક નજરે જોનાર વ્યક્તિઓના જણાવ્યા મુજબ ટ્રકની સ્પીડ બહુ જ વધારે હતી. તે ફૂટપાથ પર ચડી ગઇ. તે વખતે ત્યાં ખૂબ જ ભીડ હતી. ઘણા લોકોને કચડ્યા બાદ ટ્રક ઉભી રહી.

berlin

ISIS એ લીધી હુમલાની જવાબદારી

ISIS એ બર્લિનના બજારમાં ટ્રકથી કરાયેલા હુમલાની જવાબદારી લીધી છે. આ પહેલા ફ્રાંસના નીસમાં પણ ઇસ્લામિક સ્ટેટે આવા જ એક આતંકી હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં એક ડ્રાઇવર ટ્રક લઇને ભીડમાં ઘૂસી ગયો હતો. તે ઘટનામાં 84 લોકો માર્યા ગયા હતા.

ઘટના બાદ સોશિયલ મીડિયા પર લાઇવ કવરેજ

આ ઘટના બાદ બજારમાં હાજર લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના સેફ હોવાની જાણકારી આપી હતી. ઇંટરનેશનલ મીડિયાએ આ ઘટનાનું ફેસબુક પર લાઇવ કવરેજ કર્યુ હતુ જ્યાં ઘટના સ્થળની પળેપળની જાણકારી લોકોને મળતી રહી.

English summary
At least 9 died and 50 persons injured after a truck rammed in crowded Christmas market in Berlin city.
Please Wait while comments are loading...