For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનના લાઘમૈન પ્રાંતમાં આતંકવાદીઓનો કહેર, 6 નાગરિકોનાં મોત

અફઘાનિસ્તાનના લાઘમૈન પ્રાંતમાં આતંકવાદીઓનો કહેર, 6ના મોત

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનના લાઘમૈન પ્રાંતમાં આતંકી હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 6 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. ટોલો ન્યૂઝ મુજબ અફઘાનિસ્તાનના લાઘમૈન પ્રાંતના કારઘાઈમાં હુમલો થયો છે. આ હુમલો આજે સવારે 11 વાગ્યો થયો હતો. હજુ એકેય આતંકવાદી સંગઠનોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

afghanistan

ટોલો ન્યૂઝ મુજબ આ હુમલામાં આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાને પગલે 6 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલની પુષ્ટી થઈ છે. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનથી અમેરિકાએ પોતાની સેનાને પરત બેલાવવાનો ફેસલો કર્યો છે. અફઘાનિસ્તાનમાં આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અફઘાન તાલિબાને વાતચીતના ટેબલ પર આવવા અને અમેરિકા સાથે વાર્તાલાપ કરવા સહમતી દર્શાવી. પાકિસ્તાનમાં તાલિબાન સાથે વાર્તાલાપ થનાર હતો, પરંતુ અચાનક તેને રદ કરી દેવામાં આવ્યો.

જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પણ કેટલીય વાર પાકિસ્તાન પર આતંકી હુમલા માટે દોષી ઠહેરતું આવ્યું છે. પાછલા અઠવાડિયે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં પાકિસ્તાનમાં સંચાલિત જૈશે જવાબદારી લીધી હતી.

આ પણ વાંચો- બિહાર: જેલમાં બંધ કેદીઓએ બોર્ડર પર લડવાની અનુમતિ માંગી

English summary
At least six people killed in IED blast in Qarghaee district in Laghman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X