પીએમ મોદી: ડિઝીટલ ઇન્ડિયા જીવનને સરળ અને સુંદર બનાવશે
કેલીફોર્નિયા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં છે. આ યાત્રા દરમ્યાન તેઓ વિશ્વમાં જેનો ડંકો છે, તેવા ટેક્નોલોજી એક્સપર્ટસને મળ્યાં છે. આગામી સમયમાં ભારતને એક તાંતણે બાંધવાનું સપનુ સાકાર થવાની રાહમાં આ મુલાકાતો ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ડિઝીટલ ભારતના આહવાન સાથે મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિઝીટલાઇઝેશનના કારણે લોકોના જીવન સરળ અને સુંદર બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિઝીટલ ઇન્ડીયા ડિનર પર કહ્યું કે સરકારનો ડિઝીટલ ઇન્ડીયા કાર્યક્રમ દેશના અંતરિયાળ લોકોની જીંદગીમાં બદલાવ લાવશે. અને દાવા સાથે કહી શકું છું કે તેના દ્વારા લોકોના જીંદગીમાં બદલાવ આવશે અને ભારત એક તાંતણે બંધાશે.
ડિઝીટલ ઇન્ડીયા દ્વારા ભારત વિકાસની એક નવી હરણફાળ ભરશે તેમજ દુનિયામાં પોતાનું એક અલગ મકામ હાંસલ કરશે તેમ તેમણે જણાવ્યું હતું. ડિઝીટલ ઇન્ડીયાના કારણે સમયનો બચાવ થશે અને કાર્યાશૈલીમાં પારદર્શિતા પણ આવશે.

સમયનો બચાવ
મોદીએ જણાવ્યું હતુ કે ડીઝીટલાઇઝેશનના કારણે જે કામ કરવા માટે પહેલા 24 કલાક લાગતા હતા તે કાર્ય હવે 24 મિનીટમાં થઇ શકશે. અને સરવાળે સમયનો બચાવ થશે.

પારદર્શી કાર્યશૈલી
આખરે ડીઝીટલાઇઝેશનના કારણે લોકોના કામ કરવાની કાર્યશૈલીમાં પરિવર્તન આવ્યું છે. સરકારની કોશિશ છે કે દેશના લોકોની કાર્યશૈલીમાં બદલાવ આવે કે જેનાથી કામની સરળતા રહે. જીવન પણ સરળ બની જાય અને તેનાથી કામ કરવાની પધ્ધતિમાં પારદર્શીતા પણ આવશે.

મોબાઇલ ગવર્નેસ
પીએમ મોદીએ કહ્યું કે હવે સમય ઇ-ગવર્ને્સનો નહીં પણ મોબાઇલ ગવર્ને્સનો આવી ગયો છે. અમારી સરકારની કોશિષ છે કે દેશનો દરેક નાગરિક ડિઝીટલાઇઝેશનનો લાભ ઉઠાવે. મોદીએ કહ્યું અમે અમારી સવા સો કરોડની જનતાને ડીઝીટલાઇશેન સાથે જોડવા માંગીએ છીએ. આ સંદર્ભમાં સરકાર WIFI હૉટ-સ્પોટનો વિસ્તાર પણ કરી રહી છે.

ગુગલની મદદથી વાઇફાઇ
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગુગલ બહુ જલ્દી જ 500 રેલવે સ્ટેશન પર WIFIની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ગ્રામીણ ક્ષેત્રો-શહેરી ક્ષેત્રો
સાથે જ પીએમ મોદીએ કહ્યું હતુ કે ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રોમાં સહીયારા સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. અને ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ શહેરો બનાવવામાં આવશે.

મેક ઇન ઇન્ડીયા, ડિઝીટલ ઇન્ડીયા, ડિઝાઇન ઇન્ડીયા
પીએમ મોદીએ કહ્યું કે તેઓ મેક ઇન ઇન્ડીયા, ડિઝીટલ ઇન્ડીયા, અને ડીઝાઇન ઇન્ડીયા થકી લોકોને ગુણવત્તાસભર જીવન આપવા માંગે છે. જેનાથી જીવન સરળ અને સુંદર બની જશે. ભારત અને અમેરિકાની જુગલબંધીને આ સદીની સૌથી મહત્વપૂર્ણ જુગલબંધી ગણાવતા તેમણે કહ્યું હતુ કે એશિયા પ્રશાંત ક્ષેત્ર આ સદીની નવી દિશા નક્કી કરશે.












Click it and Unblock the Notifications
