For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મક્કામાં બિન-મુસ્લિમ વ્યક્તિનો પ્રવેશ થતા બબાલ, જાણો શું છે પુરો મામલો?

ઈઝરાયેલની એક મીડિયા ચેનલના રિપોર્ટિંગને લઈને દુનિયાભરના મુસ્લિમોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

તેલ અવીવ : ઈઝરાયેલની એક મીડિયા ચેનલના રિપોર્ટિંગને લઈને દુનિયાભરના મુસ્લિમોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઈઝરાયેલના એક પત્રકારે ઈસ્લામના પવિત્ર શહેરમાં બિન-મુસ્લિમોના પ્રવેશ પર લાંબા સમયથી લાગેલા પ્રતિબંધને નકારીને સાઉદી અરેબિયાના મક્કાથી ફૂટેજ પ્રસારિત કર્યા છે. ઇઝરાયેલની ચેનલ 13 એ સોમવારે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં તેના વિશ્વ સમાચાર સંપાદક ગિલ તમરી પવિત્ર શહેરની આસપાસ ડ્રાઇવિંગ કરતા અને મહત્વપૂર્ણ સ્થળો અને સીમાચિહ્નોની મુલાકાત લેતા દર્શાવાયા છે.

બિન-મુસ્લિમોને મક્કામાં પ્રવેશ નહીં

બિન-મુસ્લિમોને મક્કામાં પ્રવેશ નહીં

મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ ગણાતા સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં બિન-મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જ્યારે ગિલ તમારી યહુદી ધર્મની છે. તેઓએ એક ફૂટેજ સર્ક્યુલેટ કર્યું છે, જેમાં વિશ્વ પ્રસિદ્ધ મક્કા ગેટ પણ જોવા મળે છે. આ દરવાજેથી મક્કા શહેરની સીમા ગણવામાં આવે છે. ગિલ તમરી માઉન્ટ અરાફાત પર સેલ્ફી લેતા પણ જોઈ શકાય છે. માઉન્ટ અરાફાત મક્કા શહેરની બહાર આવેલ છે. આ સ્થળે હજ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એવું કહેવાય છે કે પયગંબર મુહમ્મદે પોતાનો છેલ્લો ઉપદેશ અહીં આપ્યો હતો.

મુસ્લિમોમાં રોષ

મુસ્લિમોમાં રોષ

મક્કા શહેરમાં બિન-મુસ્લિમોને પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કોઈ બિન-મુસ્લિમ શહેરની હદમાં પ્રવેશ કરે છે તો તેને માત્ર દંડ જ નહીં પરંતુ દેશનિકાલ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મક્કા શહેરની અંદર બિન-ઇસ્લામિક વ્યક્તિનો પ્રવેશ મુસ્લિમ સમુદાયને હજમ થઈ રહ્યો નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગિલ બાઈડેનના કાર્યક્રમને કવર કરી રહ્યા હતા

ગિલ બાઈડેનના કાર્યક્રમને કવર કરી રહ્યા હતા

ગિલ તમારી ત્રણ ઇઝરાયેલી પત્રકારોમાં સામેલ હતા જેમને ગયા અઠવાડિયે પ્રાદેશિક પરિષદને કવર કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ સામેલ થયા હતા. આ કોન્ફરન્સ પછી તમરી મક્કા પહોંચ્યા. તેમના આ પગલાની આકરી ટીકા થઈ રહી છે. એટલું જ નહીં આ મામલામાં સોશિયલ મીડિયા પર 'Jew in the Haram' હેશટેગ પણ ચાલી રહ્યું છે.

ચેનલે માફી માંગી

ચેનલે માફી માંગી

આ દરમિયાન ઇઝરાયેલની ચેનલ અને તેના પત્રકારે પણ આ પગલા બદલ માફી માંગી છે. જો કે, ચેનલે પોતાનો અહેવાલ જાળવી રાખ્યો છે અને કહ્યું છે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નહોતો. તેમણે એમ પણ કહ્યું કે પત્રકારત્વમાં જિજ્ઞાસા આત્મા જેવી છે. ચેનલ 13એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા વર્લ્ડ ન્યૂઝ એડિટર ગિલ તમારીની મક્કાની મુલાકાત એક મહત્વપૂર્ણ પત્રકારત્વની સિદ્ધિ છે, જેનો હેતુ મુસ્લિમોને નારાજ કરવાનો નહોતો. જો આનાથી કોઈને દુઃખ થયું હોય તો અમે તેની માફી માંગીએ છીએ.

English summary
Babal of a non-Muslim entering Makkah, know what is the whole matter?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X