For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકોકમાં ઝેરીલી સ્મોક, લોકોના નાકમાંથી લોહી નીકળ્યું અને આંખો લાલ

થાઈલેન્ડની રાજધાની બેંકોક હાલમાં ભયંકર સ્મોક વેઠી રહ્યું છે. અહીં સ્મોકને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

થાઈલેન્ડની રાજધાની બેંકોક હાલમાં ભયંકર સ્મોક વેઠી રહ્યું છે. અહીં સ્મોકને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેની સાથે સાથે ઘણા લોકોને નાકમાંથી લોહી પણ નીકળી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આંખો પણ લાલ થઇ ચુકી છે. લોકોને સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. થાઈલેન્ડની રાજધાની જે આખી દુનિયામાં પર્યટન માટે ફેમસ છે, ત્યાં હવામાં ઝેર ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યું છે.

આ પણ વાંચો: પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

સોશ્યિલ મીડિયા પર આપી રહ્યા સલાહ

સોશ્યિલ મીડિયા પર આપી રહ્યા સલાહ

લોકો સોશ્યિલ મીડિયા ઘ્વારા એકબીજાને એલર્ટ રહેવાની સલાહ આપી રહ્યા છે. લોકોએ ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી ફોટો શેર કરી છે, જેમાં તેમના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે અને આંખો લાલ છે. લોકોમાં પરિસ્થિતિને જોતા બેચેની વધતી રહે છે.

અગરબત્તી સળગાવવા પર પણ પ્રતિબંધ

એર પોલ્યૂશનને કારણે થાઈલેન્ડની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. તેના સિવાય ડીઝલ કારોને બેન કરી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનો સામાન સળગાવવા પર પણ પ્રતિબંધ છે. લોકોને અગરબત્તી પણ સળગાવવાની મનાઈ કરવામાં આવી છે.

બેંકોકમાં પણ પરાલી કહેર

સેનાને દેશભરમાં હાજર ફેક્ટરીઓનું નિરીક્ષણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ઐરવિઝયુલેશન ઘ્વારા દુનિયાભરમાં હવાનું સ્તર પારખવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં દિલ્હી પહેલા નંબરે હતું, તો બેંકોક પાંચમા નંબરે હતું. બેંકોકમાં વાયુ પ્રદુષણ માટે ટ્રાફિક સહીત ખેતરોમાં પરાલી સળગાવવા અને ફેક્ટરીઓ ઘ્વારા નીકળતો ધુમાડો જવાબદાર ગણાવવામાં આવ્યો હતો.

માણસો પણ ભારે પ્રભાવિત

ઝેરીલી હવાનું સ્તર એટલું વધારે છે કે લોકોના ફેફસા પર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે. ડોક્ટરો અનુસાર વાયુ પ્રદુષણ આંખ, નાક અને કાનથી થઈને આપણા ફેફસા, દિલ અને લીવર સુધી પહોંચીને કિડની પર અસર કરે છે.

English summary
Bangkok battles with smog, people are experiencing bleeding noses and blood red eyes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X