For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશની ફેક્ટરીમાં આગ, 104ના મોત

By Super
|
Google Oneindia Gujarati News

fire
ઢાકા, 25 નવેમ્બર: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શનિવારની રાત કાળ બનીને આવી. રાત્રે અહીં એક ગાર્મેટ ફેક્ટરીમાં આગ લાગી ગઇ, જેમાં 104 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઘણા લોકોનું મોત બારીમાંથી કુદવાના કારણે થયું.

આ આગ શહેરના 30 કિમી દૂરે આવેલી તજરીન ફેશન ફેક્ટરીની નવ માળની ઇમારતમાં આગ લાગી. નજરે જોનારાઓએ જણાવ્યા પ્રમાણે એક હજારથી વધારે લોકો આગમાં ફસાયેલા હતા. તેમાંથી અંદાજે 100 લોકોના જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી. અંદાજે સાત કલાક સુધી આગની ઉંચી ઝપટો ઉઠતી રહી હતી. રવિવારે સવારે જઇને ફાયરબ્રિગેડ વિભાગ આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યું હતું.

આ ઘટના એ સમયે થઇ, જ્યારે ફેક્ટરી નજીક એક હજાર કરતા વધારે લોકો કામ કરી રહ્યાં હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગતા જ ઇમારતમાં ઝડપથી ધુમાડો ફેલાવા લાગ્યો અને જોત-જોતામાં લોકો ભાગવા લાગ્યા. તમામ લોકો જે સીડીઓથી ભાગી ના શક્યા તે બારીમાંથી કુદી પડ્યા. કોઇ ચોથા માળેથી કુદ્યુ તો કોઇ પાંચમા માળેથી તો કોઇ છટ્ઠા માળેથી. કેટલાક લોકો આગમાં જીવતા સળગી ગયા તો કોઇ ઉંચી ઇમારત પરથી કુદવાના કારણે માર્યા ગયા. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.

આ ફેક્ટરી આંતરાષ્ટ્રીય બ્રાન્ડ ડચ ચેન, સીએન્ડએ અને હોંગકોંગની લી એન્ડ ફંક કંપનીના કપડા બનાવતી હતી. રાત સુધી મૃતકોની સંખ્યા 121 જણાવવામાં આવી છે, પરંતુ રવિવારની સવારે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે કુલ 104 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

English summary
More than 100 workers were killed when a fire broke out in a garment factory in Dhaka city of Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X